Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

અમેરિકાના અલ્બામા સ્ટેટમાં ગર્ભપાત ઉપર પ્રતિબંધ : દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા પણ ગર્ભપાત નહીં કરાવી શકે : ગર્ભપાત કરી આપનાર ડોક્ટરને ઉમરકેદની સજાની જોગવાઈ : રિપબ્લિકન બહુમતી ધરાવતી સેનેટના આપખુદશાહી વલણ વિરુદ્ધ પ્રજાજનોમાં આક્રોશ : કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી

અલ્બામાઃ અમેરિકાના  અલ્બામા સ્ટેટમાં ગર્ભપાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.એટલુંજ નહીં  દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા પણ ગર્ભપાત નહીં કરાવી શકે તેમજ  ગર્ભપાત કરી આપનાર ડોક્ટરને ઉમરકેદની સજા થઇ શકશે તેવું બિલ પાસ કરાતા   રિપબ્લિકન બહુમતી ધરાવતી સેનેટના આપખુદશાહી વલણ વિરુદ્ધ પ્રજાજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.તેમજ અમેરિકામાં  માનવ અધિકારોની રક્ષા માટે કામ કરતી સંસ્થા એલસીએલયુએ બિલ વિરૂદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરવાની જાહેરાત કરી છે. તથા કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી થઇ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)