Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

હવે એસીને ર૪ ડીગ્રી પર ફીકસ નહીં કરાય

એસીનું ઉષ્ણતામાન ફીકસ કરીને ઉર્જા બચતની યોજના હતી

નવી દિલ્હી તા. ૧પ :.. ઉર્જા વપરાશમાં ઘટાડો કરવા માટે એર કંડીશનના ઉષ્ણતામાનને ર૪ સેન્ટીગ્રેડ રાખવાની યોજનાને કેન્દ્ર સરકારે કેન્સલ કરી છે.

ઉર્જા ક્ષેત્રે કામ કરતી એજન્સીઓ અને નિષ્ણાતોઓ સરકારને આ સલાહ આપી હતી. શરૂઆતમાં તો આ બાબતે સંમતિ સધાઇ હતી પણ પછી ઘણા તબકકાના વિચાર વિમર્શ પછી તેને ટાળવાનો નિર્ણય લેવાયો હતો. સૂત્રોનું કહેવું છે કે ઉદ્યોગ જગત આના માટે તૈયાર નહોતું. વન અને પર્યાવરણ મંત્રાલયે હમણા જ નેશનલ કુલીંગ પ્લાન બહાર પાડયો હતો. જેનો ઉદેશ એવો છે કે કુલીંગમાં ખર્ચ થતી ઉર્જાની ખપત કેમ ઘટાડવી.

બ્યુરોએ એક ઉપાય એવો સૂચવ્યો હતો કે એસીનું ન્યુનતમ ઉષ્ણાતામાન ર૪ ડીગ્રી નકકી કરી દેવામાં આવે. જેથી એવા એસી જ બને કે જેમાં ઉષ્ણતામાન ર૪ ડીગ્રીથી નીચે ન થઇ શકે. આના કારણે ઉર્જાની ખપતમાં બહુ જ બચત થાત. કેમ કે દેશમાં એસીનો ઉપયોગ બહુ ઝડપથી વધી રહ્યો છે. પછી તે ધંધાકીય હોય કે પછી અંગત.

કેન્દ્રીય વન અને પર્યાવરણ સચિવ સી. કે. મીશ્રાએ સ્વીકાર્યુ કે આ યોજના કેન્સલ કરવામાં આવી છે. તેમણે કહયું કે એસીનો ઉપયોગ કરનારા ફકત પ ટકા લોકો છે એટલે તેનાથી કોઇ ખાસ ઉર્જા બચતની શકયતા નહોતી. તેને અમલી બનાવવામાં ઉદ્યોગ જગત તરફથી પણ ઘણી મુશ્કેલીઓ જણાવવામાં આવી હતી. આના કારણે હાલમાં તેને કૂલીંગ એકશન પ્લાનમાં નથી લેવામાં આવી.

(11:18 am IST)
  • ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પૂતળાના ભાંગી ગયેલ ટૂકડાઓ સાથે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નજરે પડી રહ્યા છેઃતેઓ આજે વિદ્યાસાગર કોલેજે આ ટૂકડાઓ સાથે ગયા હતા access_time 3:36 pm IST

  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST

  • અમેરિકના પ્રાંત અલબામામાં ગર્ભપાત પર લાગ્યો પ્રતિબંધ :આરોપી ડોક્ટરને મળશે 99 વર્ષની જેલસજા :અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધવાળા વિધેયકને પસાર કર્યો ; વિધેયકની જોગવાઈ મુજબ ગર્ભપાત કરનાર ડોક્ટરને 99 વર્ષની જેલ થશે access_time 1:06 am IST