Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ટ્રમ્પની ધમકીથી ચીન આકરાપાણીએ :કહ્યું- અમને નબળા ન સમજો, ટ્રેડ વોરનો જંગ અંત સુધી લડવા સક્ષમ છીએ

ચીન વેપાર યુદ્ધની ઈચ્છા કરતું નથી પરંતુ તેને તેનાથી કોઈ પ્રકારનો ભય પણ નથી

 

બેઈજિંગ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ચીન દ્વારા આકારો જવાબ આવ્યો છે ચીને કહ્યું કે ટ્રેડ વોરમાં તેને 'નબળો સમજે' કારણ કે તે જંગ અંત સુધી લડવા માટે સક્ષમ છે.

  ચીને વલણ એવા સમયે દેખાડ્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનથી આવનારા 200 અબજ ડોલરના સામાન પર ડ્યુટી 10 ટકાથી વધારીને 25 ટકા કરી નાખી છે. તેમણે ચીનથી આયાત થતા બાકીના સામાન ઉપર પણ ડ્યુટી વધારવાની ધમકી આપી છે

 . ચીને પણ જવાબમાં 50 અબજ ડોલરના અમેરિકી સામાન પર ટેરિફના દરો વધારી દીધા છે. અમેરિકાએ ગત વર્ષે ચીનથી 539 અબજ ડોલરનો સામાન આયાત કર્યો હતો જ્યારે ચીનને નિકાસ કરેલો સામાન માત્ર 120 અબજ ડોલર હતો

  અમેરિકી રાષ્ટ્રપતિની ધમકીથી ગિન્નાયેલા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે મંગળવારે કહ્યું કે, "ચીન વારંવાર કહેતું રહ્યું છે કે ટેરિફ દર ઊંચા થવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. વેપાર યુદ્ધ શરૂ કરવાથી સ્વયં અને અન્ય માટે નુકસાનકારક હોય છે." ચીનના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે ચીન વેપાર યુદ્ધની ઈચ્છા કે કામના કરતું નથી પરંતુ તેને તેનાથી કોઈ પ્રકારનો ભય પણ નથી.

(12:00 am IST)