Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

અમિતભાઇ શાહના રોડ શો પહેલા મંજૂરીના કાગળો માંગવા પોલીસ પહોંચી :અનુમતિ નહિ હોવાથી મંચ તોડવાના આદેશ

પોલીસે પીએમ મોદીના હોર્ડિંગ, બેનર અને પોસ્ટર પણ હટાવ્યા

કોલકતા :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની રેલી પહેલા રાજ્ય પોલીસ સભાની અનુમતીના કાગળો તપાસવા પોલીસ પહોંચી હતી. જરૂરી કાગળો ન હોવાનું કહી પોલીસે મંચ તોડવાના આદેશ આપ્યા હતા.

  ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે રેલી દરમિયાન અમિત શાહનું સ્વાગત કરવા માટે લગાવવામાં આવેલા પીએમ મોદીના હોર્ડિંગ, બેનર અને પોસ્ટર પણ પોલીસે હટાવ્યા હતા.

(12:00 am IST)