Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

હોલસેલ ફુગાવો ઘટી ૩.૦૭ ટકા : લોકોને મોટી રાહત થઇ

એપ્રિલમાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓ વઘુ મોંઘી બની : શાકભાજીમાં ફુગાવો વધીને ૪૦.૬૫ ટકા સુધી પહોંચ્યો

નવી દિલ્હી, તા. ૧૪ : ખાદ્ય પદાર્થોની કિંમતો વધી જવાના પરિણામ સ્વરુપે તથા ઇંધણની કિંમતો નરમ થવાના લીધે એપ્રિલ મહિનામાં હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો ઘટીને ૩.૭ ટકા થયો છે. હોલસેલ મોંઘવારીમાં રાહત થઇ છે. એપ્રિલ મહિનામાં ઘટીને તે ૩.૦૭ ટકા થઇ ગયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો માર્ચ ૨૦૧૯માં ૩.૧૮ ટકા હતો જે એપ્રિલ ૨૦૧૮માં ૩.૬૨ ટકા થઇ ગયો છે. શાકભાજીની કિંમતો વધવાથી એપ્રિલમાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ફુગાવામાં વધારો થયો છે. સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ મહિનામાં શાકભાજીમાં ફુગાવો ૪૦.૬૫ ટકા સુધી પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં આ આંકડો ૨૮.૧૩ ટકા હતો. ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં ફુગાવો માર્ચમાં ૫.૬૮ ટકાથી વધીને એપ્રિલ ૨૦૧૯માં ૭.૩૭ ટકા થઇ ગયો છે. બીજી બાજુ ફ્યુઅલ અને વિજળી કેટેગરીમાં ફુગાવો એપ્રિલમાં ઘટીને ૩.૮૪ ટકા થઇ ગયો છે. માર્ચમાં ફુગાવો ૫.૪૧ ટકા હતો. આવી જ રીતે ફુગાવાના આંકડામાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષામાં મુખ્યરીતે રિટેલ ફુગાવાના આંકડા ઉપર ધ્યાન આપવામાં આવે છે. રિઝર્વ બેંકે ગયા મહિને રેપોરેટમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો રેપોરેટમાં કરવામાં આવ્યો હતો. સોમવારના દિવસે રિટેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવાનો આંકડો ૨.૯૨ ટકા સુધી પહોંચી ગયો છે. શાકભાજી, માંસ, ફિશ અને ઇંડા જેવી ચીજવસ્તુઓ મોંઘી બની છે. રિઝર્વ બેંકે એપ્રિલ-સપ્ટેમ્બર અવધિમાં રિટેલ ફુગાવો ૨.૯ ટકાથી ૩ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ મુક્યો છે.

(12:00 am IST)
  • ગોંડલના ચરખડી પાસે આકાશ જીનીંગ મીલમાં ભભૂકી : આગની ઘટનાની જાણ થતા ગોંડલ-જેતપુરના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા :જીનીંગ મીલમાં પડેલા કપાસના જથ્થામાં આગ ભભૂકી ઉઠવાનું કારણ અકબંધ: access_time 8:59 pm IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST