Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અરબી સમુદ્રમાં સર્જાયેલા તોફાનમાં રૂપેણ બંદરની ૨ બોટની જળસમાધીઃ માછીમારોને ચેતવણી

રાજકોટ, તા.૧૦: અરબી સમુદ્રમાં સર્જાયેલા તોફાની બનેલા દરિયામાં રૂપેણ બંદરની ૨ બોટએ જળસમાધી લીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જળ સમાધિ લીધેલી એક બોટ રૂપેણ બંદરના રફીક હાજી ભેઠળિયાની હોવાનું મનાય છે. અન્ય બોટથી તેમાં રહેલા ત્રણ ખલાસીઓને બચાવી લેવાયા છે. વેસ્ટ્રન ડિસ્ટરબન્સના કારણે દ્વારકાના સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે. તોફાની બનેલા સમુદ્રમાં પાંચથી છ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા છે. દ્યટનાની જાણ થતાં કોસ્ટગાર્ડ તેમજ મરીન પોલીસ પણ હરકતમાં આવી છે.

પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જોકે હવામાન વિભાગે પણ માવઠાની કરી હતી. આગાહીના પગલે વાતાવરણમાં પલ્ટો જોવા મળતા અનાજ અને મસાલા વેચાણકારો તથા ખરીદ કરનારાઓમાં થોડી ચિંતા પ્રસરી ગઇ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને અરબી સમુદ્ર તોફાની બન્યો છે. જેના કારણે માછીમારોને ૪ દિવસ દરિયો નહીં ખેડવા હવામાન ખાતાએ તાકીદ કરી છે. દરિયામાં ૧૮ સુધી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઇ છે. માછીમારી કરતી તમામ બોટને નજીકના બંદરે હોંચી જવાની સૂચના અપાઇ છે. આ તરફ કચ્છ તરફના દરિયામાં પણ તોફાની માહોલ સર્જાયો છે. જખૌના દરિયામાં ખરાબ વાતાવરણને કારણે એક બાર્જ ડુબ્યુ છે. જો કે સમયસરના રેસ્કયૂને કારણે ૭ ક્રુ મેમ્બર ને બચાવી લેવાયા છે તો એક ક્રુ મેમ્બર લાપતા બન્યો છે. ખરાબ વાતાવરણને કારણે અનેક બાર્જ અને જહાજોમાં પાણી ભરાયા હોવાની પણ માહિતી મળી છે.

મોરબી જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જેવો માહોલ છવાયો છેઃ ચોમાસા જેવો ઠંડો પવન-ફુંકાવા લાગતા લોકાને ગરમીમાં રાહત મળી હતી.

ગાંધીધામ તથા કચ્છમાં પણ એકાએક હવામાન પલટાયું છેઃ વાતાવરણ ધુંધળુ બની જતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. કચ્છમાં પવનનો મારો ઝીંકાયો છે.

(4:20 pm IST)