Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

''નિર્ભય''નું પરિક્ષણઃ ઇસ્લામાબાદ સુધીની રેન્જ

ભારતે ''નિર્ભય'' મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું: ૧૦૦૦ કિ.મી. સુધી ત્રાટકી શકે : અમેરિકી ટોમહોકની સમકક્ષ છે નિર્ભય

નવી દિલ્હી તા.૧૫: ભારતે આજે ૧૦૦૦ કિ.મી. સુધી પ્રહાર કરી શકતી સ્વદેશી સબસોનિક ક્રુજ મિસાઇલ 'નિર્ભય'નું સફળ પરિક્ષણ કર્યું છે આ પરિક્ષણ આજે સવારે ઓડીશાના કિનારેથી કરવામાં આવ્યું હતું. આને ડીઆરડીઓએ વિકસિત કરેલ છે. અને તેને તુરતમાં સૈન્યમાં સામેલ કરાશે.

આ મિસાઇલની ક્ષમતા અમેરિકાના પ્રસિદ્ધ ટોમહોક મિસાઇલ બરાબર છે ''નિર્ભય'' ૩૦૦ કિલો સુધીના પરમાણુ શસ્ત્રો લઇ જઇ શકે છે. આ મિસાઇલ સચોટ ટાર્ગેટ લ્યે છે.

ચીન અને પાકિસ્તાનના ખતરાને જોતા ભારતે વિકસાવેલ આ મિસાઇલનું મહત્વ વધી જાય છે.

(3:52 pm IST)