Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

નેતાલોગના બફાટથી સુપ્રિમ કોર્ટ કાળઝાળઃ ચૂંટણી પંચની ઝાટકણી

ચુંટણી પંચ ''દાંત વગરનો સિંહ'' કેમ છે? હેટ સ્પીચ-સાંપ્રદાયિક નિવેદન બાજી સામે ધોકો પછાડવા તમારી પાસે શું પાવર છે? કાલ સવાર સુધીમાં જણાવવા આદેશ

નવીદિલ્હી, તા.૧૫: સુપ્રીમકોર્ટે ચુંટણી દરમ્યાન પોતાની રેલીઓમાં ધાર્મિક આધારે મત માંગતા નેતાઓ પર કાર્યવાહી ન કરવા અંગે ચુંટણી પંચની મર્યાદિત શકિતઓ અંગે નારાજગી વ્યકત કરી છે ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી ખેંચે ચુંટણી પંચના પ્રતિનિધિઓને આવતીકાલે મંગળવારે કોર્ટમાં રજુ કરવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટ એક અરજીની સુનાવણી દરમ્યાન તે વાત કહી. આ અરજીમાં તે દળો વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરવામા આવી હતી, જેના નેતા ધર્મ અને જાતિના આધારે ચુંટણીમાં મત માગે છે.

સુનાવણી દરમ્યાન સુપ્રીમકોર્ટે ચુંટણીપંચને પુછયું, માયાવતીએ તેમના ધાર્મિક આધાર પર મત કરતા નિવેદનના નોટિસનો જવાબ આપ્યો નથી. તમે શું કર્યુ? તેના પર પંચે સુપ્રીમકોર્ટને કહ્યું, અમારી શકિતઓ મર્યાદિત છે સુપ્રીમકોર્ટ આ મામલે આવતીકાલે સુનાવણી કરશે. કોર્ટે પંચના અધિકારીઓને પણ કોર્ટમાં હાજર રહેવાનું કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે દેવબંધમાં એસપી બીએસપી-આરએલડી ગઠબંધનની એક રેલી દરમ્યાન માયાવતીએ કહ્યું હતું. મુસ્લિમ મતદાતાઓને ભાવનાઓમાં આવીને તેમના મતને વહેંચવા દેવાના છે. આ નિવેદન અંગે કેટલાક પક્ષોએ નારાજગી વ્યકત કરી હતી. તેજ આ નિવેદનના જવાબમાં યુપીના સીએમ યોગીના સીએમ યોગી આદિત્ય નાથે પણ બજરંગ બલી અને અર્લીનો ઉલ્લેખ કરીને માયાવતી પર પણ નિશાન સાધ્યું હતું. યોગીના આ નિવેદનની પણ ખુબજ ટીકા થઇ હતી.

ત્યારબાદ ગયા ગુરૂવારે ચુંટણીપંચે બંને નેતાઓને નોટીસ મોકલીને જવાબ માંગ્યો છે. પંચે માયાવતીએ ચુંટણી કોડનું  દોષિત માનવાના સાથે સેકશન ૧૨૩(૩)હેઠળ જનપ્રતિનિધિ કાયદો  ૧૯૫૧ના ઉલ્લેઘનના પણ આરોપી માન્યા. આ કાયદા હેઠળ ઉમેદવાર આર્થિક ધાર્મિક આધાર પર મતદાનની માંગ કરી શકે નહી કે મતદાતાઓને ધર્મના આધાર પર મતદાન માટે પ્રોત્સાહિત કરી શકે છે.

(3:29 pm IST)