Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

નવી સરકાર રચાયા બાદ એસસીઓ સંમેલન યોજાશેઃ નવા પીટીઆઈ ભાગ લેશેઃ ઈમરાન પણ હશે

નવા વડાપ્રધાનના વિદેશમાં વ્યસ્ત કાર્યક્રમો રહેવાના છે

નવી દિલ્હી, તા. ૧૫ :. નવી સરકાર બન્યા બાદ જૂનના પ્રથમ પખવાડીયામાં નવા વડાપ્રધાને બહુપક્ષીય સંમેલન માટે વિદેશ જવું પડશે. ૧૪-૧૫ જૂને બિશ્કેકમાં યોજાઈ રહેલા શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગે. (એસસીઓ) સંમેલનમાં નવા વડાપ્રધાને જવું પડશે અને ત્યાં તેમનો આમનો સામનો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે થશે.

પુલવામાકાંડ અને બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો ઉલ્લેખ થઈ રહ્યો છે. હાલમાં જ ઈમરાન ખાને નિવેદન આપ્યુ હતુ કે, પાકિસ્તાન ભારતમાં દક્ષિણ પંથી સરકારના પક્ષમાં છે. પાક હાઈકમિશ્નર સોહેલ મહમુદે કહ્યું છે કે, અમને આશા છે કે ભારતમાં ચૂંટણી પછી વાટાઘાટો ફરી શરૂ થશે.

જૂન મહિનામાં જ નવા વડાપ્રધાને જી-૨૦ સંમેલનમાં ભાગ લેવા ઓસાકા જવુ પડશે. જે વિશ્વના ટોચના દેશો સાથે નવેસરથી વાટાઘાટો થશે. તે પછી રશીયામાં નવા વડાપ્રધાને જવું પડશે. તે પછી ભારત-ચીન સમીટ માટે ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ ભારત આવશે. ભારત-અમેરિકા સપ્ટેમ્બર-ઓકટોબરમા વાટાઘાટો કરશે. જ્યારે શરદ ઋતુમાં જાપાનના પીએમ સિંજો આવશે ભારતની મુલાકાતે.

(11:59 am IST)