Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ગુરૂવારે છે મતદાનઃ ૧૬૪૪ ઉમેદવારો મેદાનમાં

ચુંટણીના બીજા તબકકાના ૨૫૧ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો

નવીદિલ્હી, તા.૧૫: નવી દિલ્હી – લોકસભાની ચૂંટણીમાં બીજા રાઉન્ડનું મતદાન ૧૮ એપ્રિલના ગુરુવારે થવાનું છે. આ તબક્કા માટે કુલ ૨૫૧ ઉમેદવારોએ જાહેર કર્યું છે કે એમની સામે ક્રિમિનલ કેસો નોંધવામાં આવ્યા છે.

આમાં ૧૬૭ જણના કેસ તો ગંભીર પ્રકારના છે. આ જાણકારી આ ઉમેદવારોએ જ નોંધાવેલા સોગંદનામામાં દર્શાવવામાં આવી છે.

ચૂંટણીના ૧,૫૯૦ ઉમેદવારોએ ચૂંટણી પંચમાં રજૂ કરેલા પોતપોતાના સોગંદનામાની નેશનલ ઈલેકશન વોચ એન્ડ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે.બીજા તબક્કા માટે કુલ ૧,૬૪૪ ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યા છે. આમાંના ૫૪ ઉમેદવારોના સોગંદનામાની સમીક્ષા થઈ શકી નથી, કારણ કે એમણે હજી પૂરેપૂરું સોગંદનામું નોંધાવ્યું નથી.

એડીઆરના અહેવાલ મુજબ, ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોમાં, કોંગ્રેસના ૫૩માંથી ૨૩ છે, ભાજપના ૫૧માંથી૧૬ છે, બહુજન સમાજ પાર્ટીના ૮૦જ્રાક્નત્નદ્મક ૧૬ છે, ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કળગમના ૨૨માંથી ૩, દ્રવિડ મુન્નેત્ર કળગમના ૨૪માંથી ૧૧ અને શિવસેનાનાં ૧૧માંથી ૪ ઉમેદવારનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના ૧૭, ભાજપના ૧૦, બીએેસપીના ૧૦, AIADMKના, DMKના 7 અને શિવસેનાના એક ઉમેદવાર સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ રેકોર્ડ્સ નોંધાયા છે.

૮ ઉમેદવારોએ અપહરણના બનાવમાં એમની સંડોવણીનો સ્વીકાર કર્યો છે જયારે ૧૦ જણે બળાત્કાર, હુમલા, મહિલાની આબરુ લૂંટવાના ઈરાદે એની પર બળજબરી, મહિલા પર અત્યાચાર જેવા કેસો નોંધાયા હોવાનો એકરાર કર્યો છે.

૧૫ ઉમેદવારો સામે આરોપ છે કે એમણે સમાજમાં વૈમનસ્ય પેદા કરતા ભાષણો કર્યા હતા.

૪૨૩ ઉમેદવારોએ પોતપોતાની પાસે રૂ. એક કરોડ કે તેથી વધુની રકમની સંપત્તિ હોવાની જાહેરાત કરી છે. આમાં કોંગ્રેસના ૪૬ છે, ભાજપના ૪૫ ઉમેદવારો છે. કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૩૧.૮૩ કરોડ છે જયારે ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૨૧.૫૯ કરોડ છે. ૧૬ ઉમેદવારોએ જાહેર કર્યું છે કે એમની પાસે કોઈ સંપત્તિ નથી

(11:58 am IST)