Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચૂંટણી પંચ દ્વારા GST પરિષદની પ્રસ્તાવિત બેઠકને મંજૂરીઃ સારા સમાચારની ધારણા

ચૂંટણી પંચે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પરિષદની 19 માર્ચના રોજ પ્રસ્તાવિત બેઠકને પરવાનગી આપી દીધી છે. આ બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નીચલી જીએસટી દરના અમલ સહિત વિભિન્ન મુદ્દાઓ પર વિચાર કરવાનો છે. સૂત્રોએ બુધવારે કહ્યું હતું કે જીએસટી પરિષદની આગામી બેઠક વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચની પરવાનગી મળ્યા બાદ જીએસટી પરિષદ સચિવાલયથી રાજ્યોને પરિષદની 19 માર્ચે થનારી 34મી બેઠક વિશે નોટીસ મોકલી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ રવિવારથી આદર્શ આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે જેના લીધે જીએસટી પરિષદની બેઠક બાદ ચૂંટણી પંચની પરવાનગી જરૂરી હતી.

સૂત્રોએ કહ્યું કે આ બેઠકમાં ફક્ત રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નિચલી દરોને લાગૂ કરવા અંગે ફેરફારની જોગવાઇ વિચાર કરવામાં આવશે. જીએસટી પરિષદની ગત બેઠકમાં નિર્માણધીન ફ્લેટો પર જીએસટી દર ઘટાડીને પાંચ ટકા અને સસ્તા ઘરો પર એક ટકા કરવામાં આવ્યો હતો. આ દર એક એપ્રિલથી લાગૂ થશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં જીએસટી સંગ્રહ ઘટીને 97,547 કરોડ રૂપિયા પર આવી ગયો છે જે જાન્યુઆરીમાં 1.02 લાખ કરોડ રૂપિયા હતો. ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધી જીએસટી સંગ્રહ 10.70 કરોડ રૂપિયા રહ્યો છે. 

(4:57 pm IST)
  • LICના ચેરમેનપદે એમ.આર.કુમાર : કેન્દ્ર સરકારે એમ.આર. કુમારને એલઆઈસીના નવા ચેરમેન તરીકે નિયુકત કર્યા છે : જયારે ટી.સી. સુશીલ કુમાર અને વિપીન આનંદની મેનેજીંગ ડીરેકટર તરીકે વરણી કરવામાં આવી છે. access_time 3:44 pm IST

  • સાબરકાંઠામાં પબજી અને મોમો ચેલેન્જ ગેમ ઉપર પ્રતિબંધ લાદતા કલેકટર : પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમનારા સામે કાયદાકીય દંડની કાર્યવાહી થશે access_time 6:14 pm IST

  • ભીખ-જમવાનું માગવાના બહાને મકાનોમાં ઘુસી રોકડ-દાગીનાની ચોરી કરતી પડદા ગેંગની ૫ મહિલા ઝડપાઇ : પડદા ગેંગની રંગોલી માંગીયા (વાઘરી), સંજુ માંગીયા, મંજુ જંગડીયા, ભુલીબાઇ માંગીયા અને કવિતા માંગીયા આ તમામ મહિલાઓ એક સાથે જમવાનુ માંગવાના બહાને ચોરી કરતી હતીઃ આ તમામ મહિલાઓ રાજસ્‍થાનથી ચોરી કરવાના ઇરાદા સાથે જ અમદાવાદ આવતીઃ પોલીસ વધુ તપાસ આદરી access_time 4:27 pm IST