Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

પોલિયોની રસી પીવાથી પહેલીવાર ભારતમાં એક બાળકનું મોત

૨૦૧૪માં વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશને ભારતને પોલિયો મુક્‍ત જાહેર કરેલ

નવી દિલ્‍હી તા. ૧૪ : ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક ૯ મહિનાની બાળકીનું કથિત રીતે પોલિયોની રસી પીધા બાદ મોત થયું છે. બાંદાના ડીએમ એચ લાલે કહ્યું કે, આ દુર્ભાગ્‍યપૂર્ણ છે. આ પહેલો મામલો છે, જયારે પોલિસીની રસીથી કોઈ બાળકનું મોત થયું છે.

ડીએમ એચ લાલે મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી દીધી છે. તેઓએ કહ્યું કે તપાસમાં જે પણ દોષી પુરવાર થશે, તેની પર યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવશે.

 

ભારતનું માર્કેટ-કેપ ૨.૧૩ ટ્રિલિયન ડોલરઃ જર્મનીને પછાડી સાતમાં ક્રમે પહોંચ્‍યું

નવી દિલ્‍હી તા. ૧૪ : ચૂંટણી પહેલાંની તેજીને પગલે માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો દેખાવ સુધર્યો છે. ભારતના બજારે માર્કેટ કેપની દ્રષ્ટિએ યુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મનીને ઓવરટેક કરીને સાતમું સ્‍થાન મેળવ્‍યું હતું. અમેરિકા ૩૦.૧૭ ટ્રિલિયન ડોલર સામે પ્રથમ અને ચીન ૬.૧૬ ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે.

બ્‍લૂમબર્ગ ડેટા પ્રમાણે ભારતનું માર્કેટ કેપ ૨.૧૨ ટ્રિલિયન ડોલર હતું, જયારે જર્મનીનું એમ કેપ ૨.૦૮ ટ્રિલિયન ડોલર હતું. છેલ્લાં સાત વર્ષમાં જર્મનીના એમકેપને ભારતે ટેક ઓવર કર્યું હોય તેવું આ બીજી વાર બન્‍યું છે. જાન્‍યુઆરી ૨૦૧૮માં ભારતનું માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૪૫ ટ્રિલિયન ડોલરની વિક્રમ સપાટીએ પહોંચ્‍યું હતું. છેલ્લા એક વર્ષમાં ડોલરના સંદર્ભમાં ભારતનો બેન્‍ચમાર્ક ઈન્‍ડેકસ ચાર ટકા વધ્‍યો છે. જયારે જર્મનીનો ઈન્‍ડેકસ ૧૪ ટકા ઘટયો છે.

ભારતની જીડીપી અને માર્કેટ-કેપનો રેશિયો ૮૧ ટકા છે, જયારે જર્મનીમાં આ રેશિયો ૫૧ ટકા છે. ટોચના સાત વૈશ્વિક બજારોમાંથી જર્મનીની બાદબાકીનો અર્થ એ થયો કે માર્ચ મહિનામાં યુકે યુરોયિન યુનિયનમાંથી નીકળી જાય પછી ટોચના સાત દેશોમાં ઈયુમાંથી માત્ર એક ફ્રાન્‍સ જ રહેશે. જીડીપીનાં સંદર્ભમાં ટોચના અર્થતંત્રમાં ભારત સૌથી ઝડપથી વૃદ્વિ કરી રહેલું અર્થતંત્ર છે.

(4:35 pm IST)