Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

અમેરિકા ભારતમાં છ પરમાણુ પાવર પ્લાન્ટ બનાવશે : બંને દેશો સહમત અસૈન્ય પરમાણુ સહયોગને મજબૂત બનાવવાની દિશામાં સમજૂતિ કરાશે

નવીદિલ્હી,તા.૧૪: અમેરિકા અને ભારત વચ્ચે સુરક્ષા અને અસૈન્ય પરમાણુ સહયોગને વધુ મજબૂત બનાવવાની દિશામા આગળ વધવા કરાર થયા છે જેમા અમેેરિકા ભારતમાં છ પરમાણુ પાવર પ્લાન્ટ બનાવશે. આ માટે બંને દેશ વચ્ચે સહમતિ સધાઈ ગઈ છે. આ માટે લગભગ ૫૦ હજાર કરોડનો ખર્ચ થશે. આ અંગે બંને દેશોએ સંયુકત નિવેદનમાં જણાવ્યુ હતુ કે અમે દ્વિપક્ષીય સુરક્ષા અને અસૈન્ય પરમાણુ સહયોગને મજબૂત કરવાની સાથે ભારતમાં છ અમેરિકી પરમાણુ ઉર્જા પ્લાન્ટનુ નિર્માણ કરવા માટે કટિબદ્ધ છીએ. જોકે આ દરમિયાન પરમાણુ પ્લાન્ટ અંગે કોઈ માહિતી આપી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન સરકાર ત્રીજા સૌથી મોટા તેલ ખરીદનારા ભારતમા તમામ સંભાવના જોઈ રહી છે. અને તેથી જ તેને ધ્યાનમાં લઈને તે ભારતને વધુ ઉર્જા ઉત્પાદનની ચીજો વેચવા માગે છે. તેથી હવે અમેરિકાએ ં ભારતમાં છ પરમાણુ પાવર પ્લાન્ટ બનાવશે. આ માટે બંને દેશ વચ્ચે સહમતિ સધાઈ ગઈ છે. આ માટે લગભગ ૫૦ હજાર કરોડનો ખર્ચ થશે.અને આગામી થોડા સમય બાદ આ સમજૂતિ અનુસાર કાર્યવાહી હાથ ધરવામા આવશે. હાલ આ માટે બંને દેશ વચ્ચે સંબંધિત  વાટાઘાટો  ચાલી રહી છે.

(4:19 pm IST)