Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

દૂરદર્શનની ફ્રી ડીશ ઉપર ખાનગી બ્રોડકાસ્ટરો પોતાની ચેનલો પાછી ખેંચવા વિચારી રહી છે : તો દર્શકો ઉપર ભાર

સ્ટાર ઇન્ડિયા - ઝી એન્ટરટેઇનમેન્ટ - સોની પિકચર્સ - વાઇકોમ-૧૮ પોતાની ફ્રી ટુ એર ચેનલો પાછી ખેંચશે?!

રાજકોટ તા. ૧૪ : ભારતનું સરકારી બ્રોડકાસ્ટ દૂરદર્શનની DDની ફ્રિ ડિશ હવે તેના અંતિમ દિવસોની રાહ જાઇ રહી છે. આની પાછળનું કારણ એ છે કે ટોચના ખાનગી બ્રોડકાસ્ટર પોતાની ચેનલોને આ ફ્રી ડિશ પરથી પાછું ખેંચી લેવા અંગે વિચાર કરી રહી છે. પ્રસાર ભારતીની માલિકીના આ ડિશ પર હાલ ૧૦૦થી વધુ ખાનગી ચેનલો સેવા આપી રહી છે.

ખાનગી બ્રોડકાસ્ટ જેવી કે સ્ટાર ઇન્ડિયા, ZEE એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ, સોની પિકચર્સ નેટવર્ક ઇન્ડિયા અને વાઇકોમ ૧૮ પોતાની ફ્રી ટૂ એર ચેનલોને આ ફ્રી ડિશ પરથી ઉંચકી લેવા અંગે વિચાર કરી રહી છે. જો આ ખાનગી બ્રોડકાસ્ટર પોતાની ચેનલો આ ડિશ પરથી પરત લઇ લેશે તો દર્શકો ઝી અણમોલ, સ્ટાર ઉત્સવ, રિશ્તે સિનેપ્લેકસ, સ્ટાર ભારત અને સોની પલ જેવી લોકપ્રિય ચેનલોને જોઇ નહીં શકશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, એ વાત હવે નક્કી કરી લેવાઇ છે છતાં ચારેય બ્રોડકાસ્ટરમાંથી એકપણ બ્રોડકાસ્ટર વાતની અધિકૃત સ્વીકૃતિ નથી આપી રહ્યા. હાલના સમયે ફ્રી ડિશ પર ૮૦ ચેનલો મફત જોઇ શકાય છે, જેમાં DDની ૨૩ ચેનલો ઉપરાંત રાજયસભા અને લોકસભા ટીવી છે જે આજીવન ફ્રી સેવા આપવા માટે બંધાઇ છે. આ ડિશ એક વખત ખરીદ્યા પછી તેનો કોઇ માસિક કે વાર્ષિક ચાર્જ આપવાની જરૂર રહેતી નથી. પ્રસાર ભારતી આ ફ્રી ડિશ પર સ્લોટ આપીને પોતાની આવક રળી લે છે.

પ્રસાર ભારતીએ હાલ પોતાના ૫૪ સ્લોટ માટે ઓકશન બહાર પાડવા અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. આ પહેલા પ્રસાર ભારતીએ આવી નીલામી વડે ૮૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેમાં ૧૧ ચેનલો જોડાઇ હતી. જાણકારોનું માનવું છે કે જો ખાનગી બ્રોડકાસ્ટર આ સેવા પરથી પોતાની ચેનલો પરત લઇ લેશે તો જે લોકો આ ડિશનો ઉપયોગ કરે છે તેમણે પેઇડ સેવાઓ લેવાની ફરજ પડશે. જોકે પ્રસાર ભારતીના CEOએ હજી આ વિશે કોઇ ટીપ્પણી કરી નથી.

(4:11 pm IST)