Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભાજપ મુખ્યાલયે ટીકીટ વાંચ્છુકોનો જમાવડોઃ અમિતભાઈ બધાને મળ્યાઃ બાયોડેટા પણ લીધા

દિલ્હી સ્થિત કાર્યાલયે લોકસભા ટીકીટ સંદર્ભે આવેલ તમામને રાજી રાખતા રાષ્ટ્રીય અધ્યક્ષ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા રાજકીય પક્ષોમાં ટીકીટ મેળવવા દાવેદારોના રાફડા ફાટયા છે. તેવામાં ગઈકાલે બુધવારે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે પણ ટીકીટની દાવેદારી કરતા સેંકડો કાર્યકર્તા અને નેતાઓ પહોચ્યાં હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈએ આ અંગે અલગ જ રણનીતી અપનાવી હતી. તેમણે કોઈપણ કાર્યકર્તાને નારાજ કરવાનો બદલે દરેકને મળવાનું નકકી કર્યુ હતું.ટીકીટની આશાએ આવેલ બધા કાર્યકરો સાથે મુલાકાત કરવાના નિર્ણય પછી અમિતભાઈએ સંગઠન મહામંત્રી રામલાલજી  સાથે પાર્ટી મુખ્યાલયના ગ્રાઉન્ડ ફલોર ઉપર બનેલ હોલમાં ઈન્ટરવ્યુ માટે બેઠા હતા. એક પછી એક દરેકને મળ્યા હતા અને દાવેદારો પાસેથી તેમનો બાયોડેટા અને પોતાના વિસ્તારમાં તેમની કામકાજની વિગતો પણ મેળવી હતી. અમિતભાઈના આ પગલાથી તમામ ટીકીટ માટે આવેલ કાર્યકરો રાજી થયા હતા.

(3:39 pm IST)
  • સચ્‍ચા હૈ, અચ્‍છા હૈ, ચલો નિતિશ કે સાથ... બિહારમાં મુખ્‍યમંત્રી નિતિશ કુમારના જેડીયુ પક્ષે ચૂંટણી સૂત્ર વહેતું કર્યુ access_time 4:13 pm IST

  • ૨૩ એપ્રિલે જ સૌરાષ્ટ્રની બે વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાશે: સૌરાષ્ટ્રની માણાવદર અને ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૨૩ એપ્રિલે મતદાન થશે.:આ જ દિવસે ગુજરાતની ૨૬ લોકસભાની બેઠક માટે પણ મતદાન થવાનું છે. access_time 10:33 am IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST