Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

માત્ર ૧૧૬૫ રૂ.માં ઉડો : જેટની નવી જ ઓફર

નવી દિલ્હી તા. ૧૪ : જેટ એરવેઝે ડોમેસ્ટિક ફલાઈટ માટે એક ખાસ ઓફર રજૂ કરી છે. વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ દેશની ૩૭ જગ્યાઓ માટેની ટિકિટની શરૂઆત ૧૧૬૫ રૂપિયાથી થઈ રહી છે. આ ઉપરાંત એરલાઈનમાં ચારથી વધુ મુસાફરો સાથે પ્રવાસ કરે તો ૧૦ ટકા વધુ ડિસ્કાઉન્ટ મળશે. ઉલ્લેખનીય છે કે સિવિલ એવિએશનમાં સ્પર્ધા વધવાને કારણે જેટ એરવેઝ દ્વારા આ ઓફર જાહેર કરવામાં આવી છે.

આ ફોર માત્ર એક તરફની યાત્રા માટે છે. માત્ર ઈકોનોમી કલાસ માટે જ ઓફરનો લાભ મળશે. ટિકિટ બુક કર્યાના ૧૨ મહિના સુધી વેલિડ રહેશે. ભાડાના સામાન્ય નિયમ મુજબ બાળકોનું ડિસ્કાઉન્ટ, ડેટ ચેન્જ, રિફન્ડ ચાર્જ, વીકેન્ડ સરચાર્જ, બ્લેક આઉટ પીરિયડ, ટ્રાવેલ રેસ્ટ્રિકશન લાગુ થશે. જેટ એરવેઝ કોઈ પણ પૂર્વ સૂચના વગર નિયમોમાં ફેરફાર કરી શકે છે.

વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ જો ચાર કરતા વધુ મુસાફરો સાથે ટિકિટ બુક કરે છે તો તેમને વધારાનું ૧૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ટિકિટ જેટ એરવેઝની વેબસાઈટ અથવા મોબાઈલ એપ પરથી બુક કરવાની રહેશે. ટિકિટ મુસાફરીની તારીખના ૧૪ દિવસ પહેલા બુક કરવાની રહેશે.

(3:24 pm IST)