Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભારતનાં 12 રાજ્યોમાં ઈ-સિગારેટ પર લાગ્યો પ્રતિબંધ : ગુજરાતમાં હજુ નથી લાગી પાબંદી

નવી દિલ્હી :ગત વર્ષે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સલાહકારના આદેસ મુજબ ભારતના 12 રાજ્યોમાં ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ (E-cigarette) પર પ્રતિબંધ મૂકાયો છે, આ 12 રાજ્યોમાં પંજાબ રાજ્ય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, બિહાર, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ઝારખંડનો સમાવેશ થાય છે, તેમ યુનિયન આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે.

   આ ઈ-સિગારેટની ભારતમાં માંગ વધી રહી છે. સામાન્ય રીતે આ ઈ-સિગારેટ ભારતમાં વેપ્સ તરીકે ઓળખાય છે. તમાકુના ઉત્પાદન, વિતરણ અને ઉપયોગ અંગેના ભારતના રાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રમાં ઈ-સિગારેટ સામેલ નથી, જેથી આવી ઈ-સિગારેટોના કારણે તેના વપરાશકર્તાઓમાં સ્વાસ્થ્યનું જોખમ ઉભુ કરે છે અને તે સિગારેટ જેટલી જ નુકસાન કારક છે.

  ઓગસ્ટ 2018 માં મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી કે, ઈ-સિગારેટ ગરમી નહીં પણ બર્ન ઉપકરણો, વેપ, ઇ-શીશા, ઈ-નિકોટિન ફ્લેવર હુકા અને તેની સમાનની બાબતોને કે જે નિકોટિનને પ્રોત્સાહન આપતીઓનું વેચાણ થઈ શકે છે. આ ઈ-સિગારેટનું ઉત્પાદન, વિતરણ, વેચાણ, વેપાર, આયાત અને જાહેરાત ભારતના અધિકારક્ષેત્રમાં આવતા નથી.

(1:23 pm IST)