Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

વર અને કન્યાએ એકબીજાના ગળામાં પહેરાવ્યું મંગળસૂત્ર

બેંગ્લોર, તા.૧૩ : કર્ણાટકના વિજયાપુર જિલ્લામાં બે જોડીઓના અનોખા લગ્ન થયાં હતાં. જેન્ડર ઇકવલિટીને પ્રાધાન્ય આપીને આ લગ્નમાં અનેક ક્રાંતિકારી પગલા લેવાયા હતાં. સૌથી પહેલા તો આ લગ્ન આંતરજ્ઞાતિય હતાં. બે અલગ-અલગ કાસ્ટના પરિવારો વચ્ચે બે યુગલોનું ગઠબંધન થઇ રહ્યું હતું. આ લગ્ન માટે શુભમુહૂર્ત જોવાયું નહોતું એટલું જ નહીં, કન્યાદાનની વિધિ પણ નહોતી કરવામાં આવી. અમિત-પ્રિયા અને પ્રભુરાજ-અંકિતા એમ બે જોડીએ એકસાથે લગ્નની વિધી કરી હતી જેમાં પહેલા નોર્મલ રસમ મુજબ દુલ્હાએ દુલ્હનને મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને પછી દુલ્હને દુલ્હાને પણ મંગળસૂત્ર પહેરાવ્યું હતું. નાલાટાવાડા ગામના હલ્લુર પેસેલમાં સોમવારે આ લગ્ન લેવાયા હતાં અને એમાં બન્ને જ્ઞાતિઓ તેમજ સમાજના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.

(11:31 am IST)