Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

દેશમાં સર્વિસ વોટર્સની સંખ્યામાં પાંચ વર્ષમાં ૩.૩૫ લાખનો વધારો

સર્વિસ વોટર્સમાં સશસ્ત્ર દળો, કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળો, રાજયના પોલીસ જવાનો, રાજદૂતાલયોના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સર્પોટ સ્ટાફનો સમાવેશ થાય છે

નવી દિલ્હી, તા.૧૪: ચૂંટણી પંચના આંકડા પ્રમાણે દેશમાં પાંચ વર્ષોમાં સર્વિસ વોટર્સની સંખ્યામાં ૩,૩૫,૩૬૬ નો વધારો થયો છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીની મતદારયાદીમાં ૧૩,૨૭,૬૨૭ સર્વિસ વોટર્સ હતા. ૨૦૧૯ની લોકસભા તથા કેટલીક વિધાનસભાઓની ચૂંટણીઓ તથા પેટાચૂંટણીઓ માટે કુલ ૧૬,૬૨,૯૯૩ સર્વિસ વોટર્સ નોંધાયા છે.

સર્વિસ વોટર્સમાં સશસ્ત્ર દળો, કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળો, રાજયના પોલીસ જવાનો, રાજદૂતાલયોના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સર્પોટ સ્ટાફનો સમાવેશ  થાય છે ૧૮ જાન્યુઆરીએ પ્રકાશિત મતદારયાદીમાં એકલા દિલ્હીમાં ૯૦૨૩ સર્વિસ વોટર્સ નોંધાયા હતા. તાજી મતદાર યાદી મુજબ દિલ્હીમાં પહેલી વખત મતદાન કરનારા ૧૮-૧૯ વર્ષના મતદારોની સંખ્યા ૧,૫૮,૩૧૪ છે.

(11:30 am IST)