Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

બે માથા સાથે જન્મેલા બાળકને પિતાએ જીવતો દફનાવવાની કોશિશ કરી

શ્રીનગર, તા.૧૪:- કાશ્મીરમાં એક બાળક માથાના પાછળના ભાગમાં બીજું મોટું માથું ઊગ્યું હોય એવડા મોટા ટયુમર સાથે જન્મયું હતું. આ ઉપસેલો ભાગ તેના ઓરિજિનલ માથા કરતાં દોઢગણો મોટો હતો. આ ભાગમાં મગજ જ ડિસફંકશનલ રિશ્યુઝ હતા. આવા એગ્નોર્મલ બાળકને તેનો પિતા સ્વીકારી શકયો નહીં એટલે એક રાતે બાળકને લઇને કબ્રસ્તાન પહોંચી ગયો અને ત્યાં તેણે જાતે કબર ખોદીને બાળકને જીવતું જ દફનાવી દેવાનો પ્લાન કર્યો હતો. ખાડો ખોદ્યા પાછી જયારે બાળકને તેણે એમાં મૂકીને પૂરવાનું શરૂ કર્યું ત્યારે બાળક જોરજોરથી રહી રહ્યું હતું. એ અવાજ સાંભળીને નજીકમાં જ રહેતો ઘોર ખોદનારો જાગી ગયો. તેણે માણસને રંગેહાથે પકડીને પોલીસને હવાલે કરી દીધો. આ ઘટના પછી બાળકના અન્કલે તેને અપનાવી લીધું અને શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સિસ હોસ્પિટલમાં લઇ જઇને સર્જરી કરાવી. ડોકટરોનું કહેવું હતું કે બાળકના માથા પાછળ અસામાન્ય ગ્રોથ લગભગ બે કિલો જેટલો હતો. બાળક માત્ર ૪૦ દિવસનું હતું. ત્યારે ડો. અબ્દુલ રશિદ ભાટે સર્જરી કરીને બીજું વધારાનું માથું દૂર કર્યુ હતું. સર્જરી સફળ થઇ છે અને બાળક હવે નોર્મલ છે. એક વીકમાં જ તેને હોસ્પિટલમાંથી છૂટ્ટી આપી દેવામાં આવી છે. જોકે તેના પિતાની ધરપકડ થઇ ગઇ છે અને હાલમાં બાળકની કસ્ટડી તેના અન્કલ પાસે છે.

(11:24 am IST)