Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

કોંગ્રેસ શાસનમાં ૧૫ સર્જિકલ સ્ટ્રાઇક થયેલી : પણ એક હરફ ઉચ્ચાર્યો નહોતો!!

રાજસ્થાનના સીએમ ગેહલોતનો ઘડાકો

અજમેર તા. ૧૪ : રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે નવી જ વાત કરી હતી. લાંબા સમય બાદ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં સર્જિકલ સ્ટ્રાઈક ૧૫ વખત કરી હતી, પરંતુ તેનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. મોદી સરકાર સુરક્ષા દળોના પગલાંનું રાજકારણ કરે છે, એવો આક્ષેપ તેમણે કર્યો હતો.

ભૂતપૂર્વ વડા પ્રધાન નહેરૂ અને ઈન્દિરા ગાંધીએ દેશ માટે યોગદાન આપ્યું હતું, છતાં મોદી તેમનો ઉલ્લેખ કરતા નથી દેશની જનતા ભોળી છે, મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરી છે એમ તેઓ માને છે, પરંતુ કોંગ્રેસ સરકારે ૧૫ વાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

મોદી વડા પ્રધાન બન્યા બાદ ઈસરોએ સેટેલાઈટ છોડ્યા હતા, પરંતુ તેની પાછળ ઈન્દિરા ગાંધીની મહેનત હતી, કોંગ્રેસને બદનામ કરવા પાછળ મોટી રકમ ખર્ચી રહ્યા છે. મોદીએ નેતા નહીં પણ અભિનેતા બનવું જોઈતું હતું એવી મજાક કરી હતી.

(10:34 am IST)