Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચણામાં તેજી યથાવત : એરંડામાં નરમાઇ : ખાધતેલ અને મસાલામાં સામ-સામા રાહ

રાજકોટ,તા.૧૪: કૃષિ કોમોડિટીના વાયદામાં ચણામાં એક ટકાની તેજી યથાવત્ છે, જયારે એરંડાની કિંમતો પર અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. જ્યારે મસાલા પેકમાં ગઈકાલના ઉછાળા બાદ ધાણામાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે, પણ જીરામાં અડધા ટકાની તેજી જોવા મળી હતી જ્યારે રાઈમાં દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

બીજીતરફ ખાદ્ય તેલમાં સોયા ઓઈલની કિંમતો નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે. જ્યારે  સોયાબીનમાં દબાણ જોવા મળી રહ્યું છે.જોકે કપાસીયા ખોળમાં ગઈકાલની તેજી યથાવત્ રહતો વાયદામાં ભાવ અડધા ટકા વધતા દેખાઈ રહ્યા છે.

(10:02 am IST)