Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

મકાઇમાં નવી આવકો નહિ વધતા ભાવમાં એકંદરે સ્થિરતાનો માહોલ

વાદળિયાં વાતાવરણથી બજાર ભાવ ઘટતા ટકયા

રાજકોટ,તા.૧૪: મકાઈ બજારમાં નવી આવકો નહિ વધતા ભાવ ઘટતા અટકયા છે. બીજી તરફ છેલ્લા થોડા દિવસોથી વાદળિયાં વાતાવરણને કારણે પણ ભાવમાં ઘટાડાને બ્રેક લાગી છે. બજારમાં નવી કહાસ આવક થતી નથી અને ભાવ ઘટાડો અટકતા એકંદર સ્થિરતાનો માહોલ જોવા મળે છે. ધનસુરા તરફ મકાઈની આવકો જોવા મળે છે અને ભાવ સરેરાશ ૨૦ કિલોના ૪૦૦ના ૪૨૫ જેવા બોલાઈ રહ્યાં છે.

(10:01 am IST)