Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સાઉદી અરેબિયા ક્રૂડ ઓઈલની સપ્લાઈ ઘટાડાતા એપ્રિલથી વૈશ્વિક માર્કેટમાં ભાવમાં તેજીની શકયતા

વૈશ્વિક સ્તરે દૈનિક માંગ કરતા સપ્લાઈ ઓછી થતા ભાવને મળશે સપોટ

નવી દિલ્હી,તા.૧૪: એપ્રિલથી સાઉદી અરેબિયા ક્રૂડ ઓઈલની નિકાસ ઘટાડીને ૭૦ લાખ બેરલ પ્રતિ દિવસ કરવાની યોજના ધરાવે છે. સાઉદી અરેબિયા ક્રૂડ ઓઈલની સપ્લાયમાં ઘટાડો કરશે તો વિશ્વમાં ભાવ વધાવાણી વકી છે.  એપ્રિલમાં સાઉદી સરકારની માલિકીની સાઉદી આર્મકો ૬,૩પ,૦૦૦ બેરલ પ્રતિ દિવસ ઓઈલની સપ્લાયની ફાળવણી કરી છે.

હાલમાં  વૈશ્વિક સ્તરે ૭૬ લાખ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઈલની માગ છે. તેની સામે ૭૦ લાખ બેરલ પ્રતિ દિવસ કરતા પણ ઓછી સપ્લાય કરવામાં આવી રહી છે. માર્ચમાં ક્રૂડ ઓઈલની નિકાસ દ્યટીને ૭૦ લાખ બેરલ પ્રતિ દિવસ કરતા પણ ઓછી કરવામાં આવી રહી છે. બીજી બાજુ એપ્રિલમાં આર્મકો પ્રતિ દિવસ ૬,૩પ,૦૦૦ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઈલની સપ્લાય કરવાની યોજના બનાવી છે. એટલે આંતરાષ્ટ્રીય બજારમાં આગામી મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવવાની શકયતા છે. એપ્રિલમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘકટીને ૧૦૦ લાખ બેરલ પ્રતિ દિવસ કરતા પણ ઓછુ થવાની સંભાવના છે.

(10:00 am IST)
  • લોકસભાના ૨૬ ઉમેદવારો નક્કી કરવા માટે અમદાવાદ ખાતે ૧૭મીથી ત્રણ દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડ : ૨૬ બેઠકોના પ્રદેશ નિરીક્ષકો દ્વારા રિપોર્ટ અપાશે access_time 6:14 pm IST

  • જવાહરલાલ નેહરુએ પંજાબના ભાગલા પડાવ્યા : ઇન્દિરા ગાંધીએ અમૃતસર ટેમ્પલ ઉપર હુમલો કરાવ્યો : રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે : જયારે મોદી સરકારના વખતમાં ભારત તથા પાકિસ્તાનના નાગરિકોને જોડતા કરતારપુર કોરિડોરનું નિર્માણ થયું : આવતીકાલે કરતારપુર કોરિડર મુદ્દે વાઘા બોર્ડર ઉપર મળનારી મિટિંગ પૂર્વે કેન્દ્રીય મિનિસ્ટર સુશ્રી હરસિમરત કૌર બાદલ access_time 8:01 pm IST

  • સાબરકાંઠામાં પબજી અને મોમો ચેલેન્જ ગેમ ઉપર પ્રતિબંધ લાદતા કલેકટર : પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમનારા સામે કાયદાકીય દંડની કાર્યવાહી થશે access_time 6:14 pm IST