Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ફેબ્રુઆરીમાં મલેશિયા પામઓઇલની ઇન્વેન્ટરી વધીને ૩૦,૫ લાખ ટન થઇ

પામ ઓઇલની નિકાસ ૨૧.૩૮ ટકા ઘટીને ૧૩.૨ લાખ ટન

મલેશિયા પામ ઓઇલ બોર્ડ (એમપીઓબી)ના આંકડા મુજબ ફ્રેબ્રુઆરીમાં મલેશિયાનો કુલ પામ ઓઇલનો સ્ટોક ૧.૩૪ ટકા વધીને ૩૦.૫ લાખ ટનનો થયો હતો, જે જાન્યુઆરીમાં પામ ઓઈલ સ્ટોક ૩૦.૧ લાખ ટનનો હતો.

આ ઉપરાંત ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) સ્ટોક સમાન સમયગાળા દરમિયાન ૨.૨૯ ટકા વધીને ૧૯.૨ લાખ ટનનો થયો હતો, જે તેની અગાઉના મહિના દરમિયાન ૧૮.૭ લાખ ટનનો હતો. પ્રોસેસ્ડ પામ ઓઇલનો જથ્થો અગાઉના ૧૧.૩૧ લાખ ટનથી ૦.૨૪ ટકા ઘટીને ૧૧.૨૯ લાખ ટનનો થયો હતો.

ફેબ્રુઆરીમાં સીપીઓનું ઉત્પાદન ૧૧.૧ ટકા ઘટીને ૧૫.૪ લાખ ટનનો થયું હતું, જ્યારે અગાઉનાં મહિના દરમિયાન ૧૭.૪ લાખ ટન હતું. ફેબ્રુઆરીમાં પામ કેરેનલનું ઉત્પાદન પણ ૧૧.૧૬ ટકા ઘટી ૩,૯૫,૬૯૭ ટન થયું હતું, જયારે જાન્યુઆરીમાં ઉત્પાદન ૪,૪૫,૪૨૭ ટનનું હતું.

પામ ઓઇલની નિકાસ ફેબ્રુઆરીમાં ૨૧.૩૮ ટકા ઘટીને ૧૩.૨ લાખ ટનની કરવામાં આવી હતી, જે જાન્યુઆરીમાં ૧૬.૮ લાખ ટનની હતી. આ ઉપરાંત ઓઇલકેમિકલની નિકાસ ૨,૩૬,૫૮૯ ટનથી ૧૫.૮ ટકા વધીને ૨,૭૩,૯૬૪ ટનની કરવામાં આવી હતી.

(10:00 am IST)