Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

મસુદનું ગળુ પકડવા બીજા અનેક રસ્તા છેઃ લેશું મોટુ પગલુ

મસુદ અંગે ચીનના વીટોથી અમેરિકા ભડકી ઉઠયું

નવી દિલ્હી તા. ૧૪ : પાડોશી દેશ ચીન એક વખત ફરીથી આતંકી મૌલાના મસૂદ અઝહરની સાથે થઇ ગયા છે. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા સમિતિની બેઠકમાં ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરી ભારતની કોશિષોને નિષ્ફળ કરી દીધી. ત્યારબાદ ભારતે આકરી આપત્તિ વ્યકત કરી છે. ભારતની સાથે અમેરિકા પણ આવી ગયું છે. અમેરિકાની તરફથી યુએનએસસીમાં મોટું નિવેદન આપ્યું કે જો ચીન સતત આ રીતની અડચણ બનાવતું રહેશે તો જવાબદાર દેશોને બીજા પગલાં ઉઠાવા પડશે.

અમેરિકાની તરફથી રજૂ કરવામાં આવેલી નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાન ચીનની મદદથી કેટલીય વખત જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર થવાથી બચાવતું રહ્યું છે. આ ચોથી વખત છે જયારે ચીને આ રીતે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર થવાથી બચાવ્યો છે.

આકરી ભાષાનો ઉપયોગ કરતાં અમેરિકાએ કહ્યું કે જો આ રીતે ચીન મસૂદ અઝબરને ગ્લોબલ આતંકી જાહેર કરવાથી બચતું રહ્યું તો સુરક્ષા પરિષદના અન્ય દેશોને આકરું વલણ અપનાવું પડશે. પરંતુ સ્થિતિ ત્યાં સુધી આવવી જોઇએ નહીં.

ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલાના ગુનેગાર મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે ભારતની કોશિષોને દુનિયાના કેટલાંય મોટા દેશોનો સાથ મળ્યો. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના સભ્ય અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ ફરી એકવખત ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને તેના પર પ્રતિબંધ રોકી દીધો છે. ચીનની આ હરકત બાદ વિદેશ મંત્રાલયે પણ નિવેદન આપ્યું. ભારતની તરફથી કહેવામાં આવ્યું છે કે ચીનના આ મૂવથી અમે ખૂબ જ નિરાશ છીએ, પરંતુ જે સભ્ય દેશો ભારતના સમર્થનમાં પ્રસ્તાવ આપ્યો અને તેનો સાથ આપ્યો અમે તેમનો આભાર માનીએ છીએ.

ચીન દ્વારા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર થતા રોકતા સોશિયલ મીડિયા પર ખૂબ ગુસ્સો છે. ભારતમાં લોકો #BoycottChina ટ્રેન્ડ કરી રહ્યા છે અને ચીનના સામાનનો વિરોધ કરી રહ્યાં છે.

(11:27 am IST)