Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

''સ્લોન હેલ્થકેર પ્રાઇઝ'': યુ.એસ.માં યોજાયેલી સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકનના નેતૃત્વ હેઠળની ટીમ પ્રથમ વિજેતાઃ હોસ્પિટલો માટે ઉપયોગી બેટરીથી ચાલતું તથા મામૂલી કિંમતનું વેન્ટીલેટર બનાવ્યું

હાર્વર્ડઃ યુ.એસ.માં સ્લોન હેલ્થકેર ઇનોવેશન્શ પ્રાઇઝ સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકનના નેતૃત્વ સાથેની ટીમ ઉમ્બુલાઇઝર વિજેતા નિવડી છે. જેઓને ૨૦ હજાર ડોલરનું ઇનામ અપાયું છે.

 

આ ટીમ નિર્મિત ડિવાઇસ વેન્ટીલેટર અન્ય ઉપકરણોની સરખામણીમાં ઘણી ઓછી કિંમતના છે. જે ૨ હજાર ડોલરની કિંમત ધરાવે છે જયારે અન્ય ઉપકરણો ૧૫ હજાર ડોલરની કિંમત ધરાવનારા છે.

ઇન્ડિયન અમેરિકન નેતૃત્વ ધરાવતી આ ટીમ નિર્મિત ઉપકરણ બેટરી સંચાલિત હોવાથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાનું સહેલુ બને છે. તથા હોસ્પિટલો માટે ખૂબ ઉપયોગી પૂરવાર થાય છે. આ સ્પર્ધા વિજેતા ટીમમાં ઉમ્બુલાઇઝર ફાઉન્ડર શહીર પિરાચા, તથા હાર્વર્ડ મેડીકલ સ્કૂલ સ્ટુડન્ટસ સંચય ગુપ્તા સહિતનાઓનો સમાવેશ થાય છે.

(7:53 pm IST)