Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કો પબ્લીક ડીફેન્ડર તરીકે શ્રી મનોહર રાજુની નિમણુંકઃ સાઉથ એશિઅન એટર્નીને આ પોસ્ટ ઉપર નિમણુંક અપાયાનો સૌપ્રથમ વિક્રમ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કો મેયરએ ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી મનોહર રાજુને ૧૧ માર્ચના રોજ પબ્લીક ડીફેન્ડર તરીકે નિમણુંક આપી છે. યુ.એસ.માં કોઇપણ સાઉથ એશિઅનને આ પોસ્ટ ઉપર નિમણુંક અપાયાનો આ કદાચ સૌપ્રથમ વિક્રમ છે. તેવું સાઉથ એશિઅન બાર એશોશિએશન ઓફ નોર્ધન કેલિફોર્નિયાએ જણાવ્યું છે.

શ્રી રાજુ આ કામગીરીના સહાયક તરીકેનો ૧૧ વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ પૂર્વ પબ્લીક ડીફેન્ડરની ઓફિસમાં ઉપરોકત સમયગાળા દરમિયાન કામગીરી બજાવી ચૂકયા છે. તથા પૂર્વ પબ્લીક ડીફેન્ડરનું અવસાન થતાં તેમની જગ્યાએ શ્રી રાજુને નિમણુંક અપાઇ છે.

 

 

 

(7:52 pm IST)
  • લોકસભાના ૨૬ ઉમેદવારો નક્કી કરવા માટે અમદાવાદ ખાતે ૧૭મીથી ત્રણ દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડ : ૨૬ બેઠકોના પ્રદેશ નિરીક્ષકો દ્વારા રિપોર્ટ અપાશે access_time 6:14 pm IST

  • સચ્‍ચા હૈ, અચ્‍છા હૈ, ચલો નિતિશ કે સાથ... બિહારમાં મુખ્‍યમંત્રી નિતિશ કુમારના જેડીયુ પક્ષે ચૂંટણી સૂત્ર વહેતું કર્યુ access_time 4:13 pm IST

  • જવાહરલાલ નેહરુએ પંજાબના ભાગલા પડાવ્યા : ઇન્દિરા ગાંધીએ અમૃતસર ટેમ્પલ ઉપર હુમલો કરાવ્યો : રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે : જયારે મોદી સરકારના વખતમાં ભારત તથા પાકિસ્તાનના નાગરિકોને જોડતા કરતારપુર કોરિડોરનું નિર્માણ થયું : આવતીકાલે કરતારપુર કોરિડર મુદ્દે વાઘા બોર્ડર ઉપર મળનારી મિટિંગ પૂર્વે કેન્દ્રીય મિનિસ્ટર સુશ્રી હરસિમરત કૌર બાદલ access_time 8:01 pm IST