Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

અેસબીઆઇની નવી સુવિધા હેઠળ ગ્રાહકોને અનેક પ્રકારની સેવાઓ ઘરેબેઠા મળશે

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) પોતાના ખાસ ગ્રાહકો માટે તેમના દરવાજા સુધી સર્વિસ આપવા માટે આવી રહી છે. એસબીઆઇની આ નવી સુવિધા હેઠળ ગ્રાહકોને ઘણા પ્રકારની સેવાઓ ઘર પર જ મળશે. તેમાં કેશ પિકઅપ અને ડિલિવરી, ચેક પિક-અપ, ચેક બુકની અરજી સ્લિપની પિકઅપ, ડ્રાફ્ટની ડિલિવરી અને ટર્મ ડિપોઝિટ સાથે જોડાયેલી સલાહ, લાઇફ સર્ટિફિકેટ પિકઅપ, ઇનકમના ઉદ્દેશ્ય સાથે ફોર્મ 15એચનું પિકઅપ સામેલ છે.

કયા લોકોને મળશે SBI ની ખાસ સર્વિસ?

SBI એ પોતાની આ વિશેષ સેવા પોતાના તે ગ્રાહકો માટે શરૂ કરી છે જે વરિષ્ઠ નાગરિક છે અને જેની ઉંમર 70 વર્ષથી વધુ છે અથવા જે દિવ્યાંગ (દ્વષ્ટિ દિવ્યાંગ) છે. બેંકની આ નવી સુવિધા હેઠળ ઉપરોક્ત સેવાઓ અત્યારે ફક્ત સિલેક્ટેડ શાખાઓમાં ઉપલબ્ધ છે. SBI ની ડોરસ્ટોપ બેકિંગ સર્વિસિઝની સુવિધા ફક્ત તે ગ્રાહકોને મળશે જેનું કેવાઇસી પુરો થઇ ચૂક્યું છે અને જેનો મોબાઇલ નંબર બ્રાંચમાં અપડેટ છે, સાથે જ જે બેંકની હોમ બ્રાંચથી 5 કિમીના દાયરામાં રહે છે.

આમને નહી મળે ડોરસ્ટેપ બેકિંગ સર્વિસિઝ

SBI ની ડોરસ્ટોપ બેકિંગ સર્વિસિઝ તે લોકોને નહી મળે જેનું જોઇન્ટ એકાઉન્ટ છે અથવા માઇનર એકાઉન્ટ છે અથવા એવું એકાઉન્ટ છે જે બિન-વ્યક્તિગત છે.

આ સર્વિસ માટે આપવો પડશે બમણો ચાર્જ

એવું નથી કે SBI પોતાના વિશેષ ગ્રાહકોને ડોરસ્ટેપ બેકિંગની સુવિધા મફતમાં ઉપલબ્ધ કરાવી રહી છે. જો SBI ના એકાઉન્ટ ધારક નાણાકીય લેણદેણ કરે છે તો તેને પ્રતિ ટ્રાંજેક્શન 100 ચૂકવવા પડશે. જો ચેક પિક અપ જેવા નોન-ફાઇનેંશિયલ લેણદેણ કરે છે તો તેને 60 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શન ચૂકવવા પડશે.

આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોને પોતાના હોમ બ્રાંચમાં રજિસ્ટ્રેશનમાં કરાવવું પડશે સાથે જ દિવ્યાંગોના મામલે મેડિકલ સર્ટિફિકેટ પણ આપવું પડશે.

(12:00 am IST)