Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

રાહુલ ગાંધી, મમતા બેનર્જી, શરદ પવાર સહિતનાને મતદાન જાગૃતિ માટે મદદ કરવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની અપીલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકીય, વ્યાપાર, મનોરંજન, બોલીવુડ, રમત અને મીડિયા જગતની હસ્તિઓથી આજે અપીલ કરી છે કે તે મતદાતાઓને મતદાન પ્રતિ જાગરૂત બનાવવામાં મદદ કરે. જેથી આગામી લોકસભા ચૂંટણીમાં વધારેથી વધારે લોકો મતાધિકારનો પ્રયોગ કરી શકે.

પ્રધાનમંત્રીએ બુધવારે ટ્વિટ કરી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી, એનસીપી પ્રમુખ શરદ પવાર, બીએસપી પાર્ટીની અધ્યક્ષ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને ડીએમકે અધ્યક્ષ એમ કે સ્ટાલિન સહીત ઘણા નેતાઓને અપીલ કરી કે તેઓ મતદાતાઓને મતાધિકારના પ્રયોગ માટે પ્રોત્સાહિત કરે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘હું રાહુલ ગાંધી, મમતા બેનર્જી, પવાર, માયાવતી, અખિલેશ યાદવ, (બિહારના નેતા પ્રતિપક્ષ) તેજસ્વી યાદવ અને એમ કે સ્ટાલિનને અપીલ કરૂ છું કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાતાઓની ભાગીદારી વધારવા માટે તેમને પ્રોત્સાહિત કરે. વધારે મતદાન આપણા લોકતંત્ર માટે શુભ સંકેત છે.’

તેમણે કહ્યું કે, ‘હું (તેલંગણાના મુખ્યમંત્રી) કે. ચંદ્રશેખર રાવ, (ઓડિસાના મુખ્યમંત્રી) નવીન પટનાયક, (કર્ણાટકના મુખ્યમંત્રી) એચ ડી કુમારસ્વામી, (આન્ધ્ર પ્રદેશના મુખ્યમંત્રી) એન ચંદ્રબાબૂ નાયડૂ અને (આન્ધ્ર પ્રદેશના વિપક્ષી નેતા) વાઇએસ જગન મોહન રેડ્ડીને અપીલ કરૂ છું કે, તે આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કેન્દ્રોમાં વધારેમાં વધારે ભારતીય લાવવાનું કામ કરે.’

પીએમ મોદીએ એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનના સંપાદક સ્મિતા પ્રકાશ અને સમાચાર એજન્સી પીટીઆઇ સહિત મીડિયા જગતથી પણ મતદાતાઓને પ્રોત્સાહિત કરવામાં યોગદાન આપવા અપીલ કરી છે. તેમણે શ્રીશ્રી રવિશંકર સહિત આધ્યાત્મિક જગતના નેતાઓ, ક્રિકેટર સચિન તેન્દુલલકર, ઓલોમ્પિક પદક વિજેતા યોગેશ્વર દત્ત, પહેલવાન સુશીલ કુમાર, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂ અને સાયના નહેવાલ સહિત રમત જગતની હસ્તિઓને પણ મતદાતાઓને જાગરૂત કરવામાં યોગદાન આપવાની અપીલ કરી છે.

તેમણે લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, એ આર રહેમાન, રણવીર કપૂર, વરૂણ ધવન, વિક્કી કૌશલ, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને અનુષ્કા શર્મા સહિત બોલીવુડ જગતની સેલિબ્રિટિઓને પણ મતદાતાઓથી મતદાન કેન્દ્રો પર આવવા અને લોકતંત્રને મજબૂત કરવામાં મદદ કરવા અપીલ કરી છે.

(12:00 am IST)