Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

યુ.એસ.ના હ્યુસ્ટનમાં 31 ડિસેમ્બરના રોજ ભારે ઉમંગપૂર્વક નવા વર્ષના આગમનને વધાવાયું : ઇન્ડિયા હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં 200 ઉપરાંત ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓ પરિવાર સાથે હાજર રહ્યા :ડિનર,ડાન્સ,તથા ડી.જે.લાઈવ મ્યુઝિક સાથે નાચ ગાનની મોજ માણી

યુ.એસ.ના હ્યુસ્ટનમાં ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓએ ઇન્ડિયા હાઉસ ખાતે 31 ડિસેમ્બરના રોજ ભારે ઉમંગપૂર્વક નવા વર્ષની ઉજવણી કરી હતી.જેમાં 200 ઉપરાંત ભારતીય અગ્રણીઓ પરિવાર સહિત હાજર રહ્યા હતા.

રાત્રે 8 વાગ્યે શરૂ કરાયેલી ઉજવણીમાં સહુએ સાથે મળી સ્વાદિષ્ટ ડીનરનો આનંદ માન્યો હતો.બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.બાળકો માટે કરાયેલી મનોરંજનની વ્યવસ્થા મુજબ તેમના માટે અલગ રૂમ ફાળવાયો હતો.જ્યાં તેમણે મુવી,કાર્ટૂન સહિતનો આનંદ માણ્યો હતો.

તમામ માટે કરાયેલી મનોરંજન વ્યવસ્થા મુજબ ડાન્સ,મ્યુઝિક તથા બૉલીવુડ સિંગરના લાઈવ ડી.જે.નું આયોજન કરાયું હતું જેમાં સહુ મન મૂકીને ઝૂમ્યા હતા.રાત્રે બરાબર 12 વાગ્યે સહુએ 2019 ની સાલના આગમનને કિકિયારીઓ સાથે વધાવ્યું હતું તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:16 pm IST)
  • ૨૨ જાન્યુઆરીએ પ્રીયા રમાણી વિરૂધ્ધ આપરાધિક સુનાવણી માટે કોર્ટ તૈયાર : દિલ્હીની પતિયાલા હાઉસકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર દ્વારા પ્રિયા રમાણી વિરૂધ્ધ દાખલ કરેલી આપરાધિક માનહાનિ ફરીયાદમાં વધુ સુનાવણી ૨૨ જાન્યુ. નકકી કરવામા આવી access_time 3:38 pm IST

  • સેનાએ 'બરફની રાણી 'ગુલમર્ગમાં આયોજિત કર્યો યુથ સ્નો ફેસ્ટિવલ :કાશ્મીરમાં યુવાઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને ખીણમાં પર્યટકોને ઉત્સાહિત કરવા સેનાએ યુથ સ્નો ફેસ્ટિવલનું આયોજન કર્યું :ગુલમર્ગ ઘાટીમાં ગીત સંગીત સાથે ખેલકૂદમાં પણ યુવાઓને દાખવી દિલચસ્પી access_time 1:09 am IST

  • ગુરૂમીત રામ રહીમ દોષિત જાહેરઃ ૧૭મીએ સજા જાહેર કરાશે : ૨૦૦૨માં સીરસામાં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા થઈ હતીઃ કોર્ટે દોષિત જાહેર કર્યા, ૧૭મીએ સજા અંગે આપશે ચુકાદો access_time 4:27 pm IST