Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીનની બોર્ડર પરથી શંકાસ્પદ શખ્શની ધરપકડ

સેનામાં ફોરવર્ડ બેઝમાં કુંભારનું કામ કરતો આરોપી દુબઈમાં કોઈ પાકિસ્તાની વ્યક્તિને સંવેદનશીલ માહિતી આપતો હતો.

 

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીનની બોર્ડર પરથી એક શખ્શની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ મુજબ વ્યક્તિ સેનામાં ફોરવર્ડ બેઝમાં કુંભારનું કામ કરતો હતો. વ્યક્તિની ઓળખાણ નિર્મલ રાય તરીકે કરવામાં આવી છે જે અંબિકાપુર ગામનો રહેવાસી છે.ગયા વર્ષે ઓક્ટોમ્બર મહિનાથી તે અંજાવ ગામમાં સેના માટે કુંભારનું કામ કરતો હતો.

   વ્યક્તિ પર સેના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તે દુબઈમાં કોઈ પાકિસ્તાની વ્યક્તિને સંવેદનશીલ માહિતી આપતો હતો. દુબઈમાં એક બર્ગરની દુકાનમાં કામ કરતી વખતે તે એક પાકિસ્તાનની જાસુસી એજન્સીના કોન્ટેક્ટમાં આવ્યો હતો.

  સુત્રોના જણાવ્યા પ્રમાણે નિર્મલને પાકિસ્તાની હેન્ડલસ દ્વારા છુપી રીતે ફોટા અને વિડીયો કેવી રીતે લેવા તેની ટ્રેનીગ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ તે કુંભારનું કામ કરતો હતો અને સંવેદનશીલ માહિતીને દુબઈ સુધી પહોચાડતો હતો.

સેનાના જણાવ્યા પ્રમાણે નિર્મલ વોટ્સએપ અને વિડીયો કોલિંગ દ્વારા માહિતી પહોચાડતો હતો. સ્થાનિક પોલીસે મામલે નિર્મલની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

(12:00 am IST)