Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પુરુષ હોકી ટીમના કોચ હરેન્દ્ર સિંહને પદેથી હટાવાયા

તેમને ફરી એકવાર જૂનિયર ટીમને કોંચિંગ આપવાનું કહેવાયું

નવી દિલ્હી :હોકી ઇન્ડિયાની પુરુષ ટીમના કોચ હરેન્દ્ર સિંહને પદ પરથી ખસેડવામાં આવ્યા છે. તેમને ફરી એકવાર જૂનિયર ટીમને કોંચિંગ આપવાનું કહેવામાં આવ્યું છે.

  આ નિર્ણય હોકી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનને લીધે લેવામાં આવ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં હરેન્દ્ર સિંહને કોચ બનાવવામાં આવ્યા હતા. ભારતીય હોકીમાં કોચ પદે સતત બદલાવ થતો રહ્યો છે અને હવે મે મહિનામાં નિયુક્ત થયેલા હરેન્દ્ર પણ હવે આ યાદીમાં સામેલ છે.

  હોકી ઇન્ડિયાએ હરેન્દ્રને પદ પરથી ખસેડવાના કારણ અંગે જણાવ્યું કે, વર્ષ 2018 ભારતીય પુરુષ હોકી ટીમ માટે નિરાશાજનક રહ્યું અને ધારણા પ્રમાણે પરિણામો મળ્યા નથી

(9:58 pm IST)