Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ફરજ દરમિયાન હત્યાનો ભોગ બનેલા ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસરના પરિવારની વહારે ''ટનલ ટુ ટાવર્સ ફાઉન્ડેશન'': મૃતક રોનિલ સિંઘના પત્ની અનામિકા તથા પુત્રના નિભાવ માટે ૩ લાખ ૫૦ હજાર ડોલર આપ્યા

કેલિફોર્નિયાઃ ફરજ દરમિયાન ગેરકાયદે ઇમીગ્રન્ટના ગોળીબારનો ભોગ બનવાથી મૃત્યુ પામેલા ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસરના પત્ની અનામિકા તથા પુત્રની વહારે ટનલ ટુ ટાવર્સ ફાઉન્ડેશનના ceo ફ્રાંક સિલ્લર આવ્યા છે. જેમણે   આ વિધવા મહિલાના ભરણપોષણ માટે ૩ લાખ ૫૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરી આપ્યુ છે. તથા તેમના પુત્રના શિક્ષણ માટે વધારાના ૫૦ હજાર ડોલર ફાળવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર રોનિલ કેલિફોર્નિયામાં ફરજ ઉપર હતા ત્યારે ૨૬ ડીસેં.૨૦૧૮ના રોજ તેમની હત્યા થઇ હતી.

તેઓ ૨૦૧૧ની સાલથી અમેરિકામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

કોઇપણ ફાયર ફાઇટર કે પોલીસ કર્મચારી ફરજ ઉપર હોય ત્યારે અવસાન પામે તો તેના પરિવાર માટે ટનલ ટુ ટાવર્સ ફાઉન્ડેશન મદદરૃપ થાય છે. જેના ભાગરૃપે રોનિલ સિંગના પત્નીને ઉપરોકત રકમ આપવામાં આવી છે.

(8:16 pm IST)