Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જેટ એરવેઝને 5 મહિનાના ફ્લાઈટ પ્રોગ્રામની મંજુરી

નવી દિલ્હી : વિમાન નિયામક ડીજીસીએ નાણાકિય સંકટમાં ફસાયેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝના આવતા પાંચ મહિનાના ફ્લાઈટ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે

 .નાણાકિય સંકટનો સામનો કરી રહેલી કંપનીને તેના કર્મચારીઓને સમય પર પગારની ચુકવણી કરવામાં મુશ્કેલી પડી રહી છે.તેમજ પગાર અને અન્ય ચુકવણીમાં મોડુ થતા કેટલાક પાયલોટોએ તબીયત ખરાબ હોવાની વાત કરી હતી જેથી એરલાઈને રવિવારની ફ્લાઈટ રદ કરવી પડી હતી.

 જેટ એરવેઝ વિશે પૂછવા પર ડીજીસીએ કહ્યુ કે ડિસેમ્બર સહિત એરલાઈનના પાંચ મહિનાના ફ્લાઈટ પ્રોગ્રામને મંજૂરી આપી દેવામાં આવી છે.તેણે જણાવ્યુ કે નવેમ્બરના મધ્યથી આ મંજુરી આપી દેવામાં આવી હતી

  . એરલાઈનનો શિયાળુ કાર્યક્રમ ઓક્ટોબરના છેલ્લા રવિવારથી માર્ચના છેલ્લા શનિવાર સુધી હોય છે, જ્યારે માર્ચના છેલ્લા રવિવારથી ઓક્ટોબરના છેલ્લા સનિવાર સુધી કંપની તેના સમર ફ્લાઈટ પ્રોગ્રામને નક્કિ કરે છે.

(10:07 pm IST)