Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વિશ્વનાં ત્રીજા ભાગનાં કુંઠિત બાળકો ભારતમાં છે

ભારત ૪.૬૬ કરોડકુંઠિત બાળકો સાથે કુપોષણની બાબતમાં વિશ્વમાં ટોચ પર છે

નવી દિલ્હી તા.૬: ભારત હાલમાં કુપોષણના મુદ્દાને લઇને મોટી કટોકટીમાં છે, કેમ કે વિશ્વમાં ત્રીજા ભાગનાં કુંઠિત બાળકો ભારતમાં છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટમાં જાહેર થયુું છે કે ભારત ૪.૬૬ કરોડ કુંઠિત બાળકો સાથે કુપોષણની બાબતમાં વિશ્વમાં ટોચ પર છે.

નાઇજીરિયા ૧.૩૯ કરોડ, પાકિસ્તાન ૧.૦૭ કરોડ સાથે બીજા અને ત્રીજા નંબરે ભારત છે. લાંબા ગાળા સુધી અપુરતું પોષણ અને વારંવાર ઇન્ફેકશન થવાને કારણે બાળકોમાં ઉંમર મુજબ હાઇટમાં વધારો નથી થતો. ભારતમાં લગભગ ર.પપ કરોડ બાળકોનો શારીરિક બાંધો નબળો હોવાથી તેઓ હંમેશા થાકેલાં અને મુડદાલ રહે છે. નાઇજીરિયામાં ૩૪ લાખ, ઇન્ડોનેશિયામાં ૩૩ લાખ બાળકો આવાં છે. નબળો બાંધો અને કુંઠિત વિકાસ એ પાંચ વર્ષથી નાની વયનાં બાળકોનું અકાળ મૃત્યુ થવા માટેનું મોટું કારણ છે. વિશ્વમાં પાંચ વર્ષથી નાની ઉંમરનાં ૧૫.૦૮ કરોડ બાળકો કુંઠિત છે અને ૫.૦૫ કરોડ બાળકોનો બાંધો નબળો છે.

બીજી તરફ સૌથી વધુ ઓવરવેઇટ બાળકો ધરાવતા સાત દેશોમાં પણ ભારતનું સ્થાન છે. ચીન, ઇન્ડોનેશિયા, ભારત, ઇજિપ્ત, અમેરિકા, બ્રાઝિલ અને પાકિસ્તાન આ દેશો છે.(૧.૨૧)

(3:54 pm IST)