Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અમૃતસર ટ્રેન કાંડ મામલે નવજોતસિંહ સિદ્ધૂ અને તેના પત્ની નવજોત કૌરને ક્લિનચિટ

મેજિસ્ટ્રેટ ઈન્ક્વાયરીમાં બંનેને ક્લિનચિટ અપાઈ :સિદ્ધુ હાજર નહતો ;નવજોત કૌર અતિથિ હતા સ્થળ તપાસ કરી નથી

પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિદ્ધૂ અને તેમના પત્ની નવજોત કૌરને અમૃતસર ટ્રેન કાંડમાં ક્લિનચિટ મળી છે. મેજિસ્ટ્રેટ ઈન્ક્વાયરીમાં બંનેને ક્લિનચિટ આપવામાં આવી છે. આ વર્ષે દશેરાના દિવસે અમૃતસર ટ્રેન કાંડમાં 61 લોકોના મોત નીપજ્યા હતા.

  રેલવે દુર્ઘટનાના ત્રણસો પૃષ્ઠોનો તપાસ રિપોર્ટ 21 નવેમ્બરે પંજાબ સરકારને સોંપવામાં આવ્યો હતો. તેમા નવજોતસિંહ સિદ્દૂ અને તેમના પત્ની નવજૌત કૌર સિદ્ધૂને ક્લિનચિટ આપવામાં આવી છે

   જાલંધરના ડિવિઝનલ કમિશનર બી. પુરુષાર્થે આ તપાસને પૂર્ણ કરીને પોતાનો રિપોર્ટ પંજાબ સરકારને સોંપ્યો હતો અને હવે આ રિપોર્ટ પર આગળ શું એક્શન લેવામાં આવશે. તેના સંદર્ભે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ નિર્ણય લેવાના છે.

 નવજોતસિંહ સિદ્ધૂ સંદર્ભે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુર્ઘટના વખતે તેઓ અમૃતસરમાં હાજર ન હતા.તો નવજૌત કૌર સિદ્ધૂ સંદર્ભે લખવામાં આવ્યું છે કે તેઓ સંબંધિત કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. પરંતુ મુખ્ય અતિથિ કોઈપણ વેન્યુ પર જઈને એ તપાસ કરી ન હતી કે ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે. આ કામ આયોજકોએ જ સુનિશ્ચિત કરવાનું હોય છે.

(1:24 pm IST)