Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો મુકામે ભારતના નવનિયુક્ત એમ્બેસેડર શ્રી સંજયકુમાર પાંડાનું આગમન : વેસ્ટ કોસ્ટ તથા ગુયાના ના કોન્સ્યુલ જનરલ તરીકે જવાબદારી સંભાળશે

કેલિફોર્નિયા : અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો મુકામે ભારતના નવનિયુક્ત એમ્બેસેડર શ્રી સંજયકુમાર પાંડા 14 નવે.2018 ના રોજ હાજર થઇ ગયા છે.તેઓ વેસ્ટ કોસ્ટ તથા ગુયાના ના કોન્સ્યુલ જનરલ તરીકે જવાબદારી સંભાળશે

 તેમણે જણાવ્યું હતું કે તેઓ કોમ્યુનિટી માટે મિત્રતાભર્યા વાતાવરણનું સર્જન કરશે તથા ઓફિસ સ્ટાફના કંઈપણ પ્રશ્નો હશે તો તેનું 2 દિવસમાં જ નિરાકરણ લાવી દેશે

 પૂર્વ કોન્સ્યુલ જનરલ શ્રી અશોક વેંક્ટેશન વય મર્યાદાને કારણે નિવૃત થવાથી શ્રી સંજયકુમાર તેમનો ચાર્જ સંભાળશે તેઓ 1991 ની સાલથી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં જોડાયેલા છે.તેમજ જુદા જુદા દેશોમાં જુદી જુદી જવાબદારી સાંભળી ચુક્યા છે.

(12:49 pm IST)