Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

UAEનો પાસપોર્ટ વિશ્વનો સૌથી પાવરફુલ પાસપોર્ટ : રેકિંગમાં ભારત 66માં સ્થાને

નવી દિલ્હી :કોઈ પણ દેશ કેટલો શક્તિશાળી છે તે નક્કી કરવામાં એ દેશનો પાસપોર્ટ પણ મહત્વનો રોલ ભજવતો હોય છે  દર વર્ષે કયા દેશનો પાસપોર્ટ પાવરફુલ છે તેનુ રેન્કિંગ કરવામાં આવે છે અને આ માટે પાસપોર્ટના આધારે કેટલા દેશમાં વગર વિઝાએ અને વિઝા ઓન એરાઈવલ એન્ટ્રી મળે છે તે બાબતને ધ્યાનમાં લેવાતી હોય છે.

   2018ના રેન્કિંગ પ્રમાણે દુનિયામાં સૌથી વધુ પાવરફુલ પાસપોર્ટ યુએઈનો છે. જેના આધારે 113 દેશોમાં વગર વિઝાએ જઈ શકાય છે. આ રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટ 66મા ક્રમે છે. જ્યારે બાંગ્લાદેશ 86 અને પાકિસ્તાન 91મા ક્રમે છે.અંતિમ ક્રમ અફઘાનિસ્તાનનો છે. ભારતના પાસપોર્ટથી 65 દેશોમાં વિઝા વગર અથવા વિઝા ઓન એરાઈવલ સાથે મુસાફરી કરી શકાય છે.

(8:55 am IST)