Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

બિહાર સરકાર ગ્રેજ્યુએટ થવા પર છોકરીઓને 25 હજાર રૂપિયા આપશે

પટના :બિહાર સરકાર ગ્રેજ્યુએટ થવા પર છોકરીઓને 25 હજાર રૂપિયા આપશે. બિહાર કેબિનેટે આ સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો લાભ 24 એપ્રિલ 2018 પછી પાસ થનાર છોકરીઓને મળશે. આ યોજનાથી લગભગ 1 લાખ કરતા પણ વધારે છોકરીઓને લાભ મળશે.

 મંત્રી મંડળની બેઠક પછી કેબિનેટ વિશેષ સચિવ યુએન પાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રેજ્યુએટ છોકરીઓ માટે કુલ 300 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. સીએમ બાલિકા સ્નાતક પ્રોત્સાહન યોજના હેઠળ તેને શરુ કરવામાં આવી છે.

  બિહાર કેબિનેટની બેઠકમાં કુલ 6 એજન્ડા પર મજૂરી મળી છે. મંત્રી મંડળે આઈઆઈઆઈટી ભાગલપુરને 50 એકડ જમીન અને કમજોર વર્ગ શાખાઓ માટે 132 પદ પ્રસ્તાવ માટે પણ મંજૂરી આપી છે. કેબિનેટે ભાગલપુરના અભિયંત્રણ મહાવિદ્યાલય પરિસરમાં 50 એકડ જમીન ભારતીય સૂચના પ્રદ્યોગી સંસ્થાન, સોસાયટી ભાગલપુરને આપવાની મંજૂરી આપી છે.

(1:12 pm IST)