Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

જમ્મુકાશ્મીરના ટોલ પલઝ પરથી દિલ્હી લવાઈ રહેલો સો કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયોઃ

નવી દિલ્હી :દિલ્હીમાં લવાઇ રહેલો નશીલા હેરોઇનનો મસમોટો જથ્થો ઝડપાયો છે પોલીસે  બાતમી મળતા જમ્મુ કાશ્મીરના ટોલ પ્લાઝા પર એક ટ્રકમાં તપાસ હાથ ધરતા આ ટ્રકમાંથી સો કરોડનુ અધધ હેરોઇન હાથ લાગ્યું હતું હતું

  તપાસકરતા આ હેરોઇનનો જથ્થો કુપવાડાથી લવાયાનો ખુલાસો થયો હતો. પોલીસે આ ડ્રગ્સરેકેટમાં કોણ સામેલ છે તેની તપાસ હાથ ધરી હતી. આ ડ્રગ્સનો જથ્થો કાશ્મીરથી સફરજનના બોક્સમાં લાવવામાં આવી રહ્યો હતો. હેરોઇનનો આ જથ્થો દિલ્હીના આઝાદપુર મંડી લઇ જવાઇરહ્યો હતો. દિલ્હીમાં આ ડ્રગ્સ કોને આપવાનુ હતુ અને તે બાદ ક્યાં મોકલવાનુ હતું તેની તપાસ હાથ ધરાઇ છે.

(10:13 pm IST)
  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી:રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા : નવા ચહેરા સિદ્ધાર્થ લાડા(36)ને શિવપુરી વિધાનસભા બેઠક પરથી ટિકિટ: મધ્યપ્રદેશના મંત્રી અને પૂર્વ ગ્વાલિયર રાજઘરાણાના વંશજ યશોધરા રાજે સિંધિયા(ભાજપ) સાથે મુકાબલો થશે access_time 11:52 pm IST

  • ભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST

  • અયોધ્યામાં દશરથના નામ પર હોસ્પિટલ અને કૌશલ્યાના નામ પર ખુલશે વૃદ્ધાશ્રમ :સીએમ યોગીની જાહેરાત :આ આશ્રમ વિધવા અને અનાથ બાળકો માટે બનાવાશે :અયોધ્યામાં બનનાર એરપોર્ટ પણ ભગવાનના નામ પર હશે access_time 12:00 am IST