Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

આજે નોટબંધીના બે વર્ષ પૂર્ણ: ક્યાં કેવી અસર થઈ

૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી

નવી દિલ્હીઃ બે વર્ષ પહેલા આજના દિવસે વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. 8 નવેમ્બર 2016ના રોજ સાંજે તેમણે એ કહીને દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી હતી કે હવે 500 અને 1000ની નોટ 12 વાગ્યાથી ચલણમાં નહીં રહે. પીએમ મોદીની જાહેરાત બાદ અફરા-તફરીનો માહોલ ઉભો થઈ ગયો હતો. જોકે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 500 રુપિયાની નવી નોટ સર્ક્યુલેશન મૂકી હતી, પણ 1000ની નોટ સંપૂર્ણ રીતે ખતમ કરી નાખવામાં આવી હતી અને 2,000ની નોટ પણ લાવવામાં આવી હતી. નોટબંધીના બે વર્ષ પછી તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. આવો જાણીએ મહત્વના મુદ્દાઓ વિશે.

1. આરબીઆઈએ નોટબંધી બાદ 500 રુપિયા અને 2.000ની નવી નોટ છાપવા માટે 7,965 કરોડ રુપિયા ખર્ચ કર્યો. પાછલા વર્ષે નોટ છાપવા પર અડધાથી ઓછો 3,421 કરોડ રુપિયા ખર્ચ થયો હતો. નાણા વર્ષ 2017-18માં નોટ છાપવા પર 4,912 કરોડનો ખર્ચ થયા હતો.

2. પ્રિન્ટિંગ અને અન્ય ખર્ચામાં વૃદ્ધિની અસર આરબીઆઈ દ્વારા સરકારને આપવાના લાભાંશ પર પડ્યો. કેન્દ્રીય બેંકે કહ્યું કે નાણાં વર્ષ 2016-17માં તેની આવક 23.56 ટકા ઘટી, જ્યારે ખર્ચ બમણા કરતા વધુ 107.84 ટકા વધ્યો.

3. નાણા વર્ષ 2017-18માં 500 અને 1000ની રુપિયાના 2,700 કરોડ જૂની નોટો નષ્ટ કરાઈ. પાછલા વર્ષે તેની સંખ્યા 1,200 કરોડ હતી.

4. નાણા વર્ષ 2017-18ના એન્યુઅલ રિપોર્ટ મુજબ આરબીઆઈએ જણાવ્યું કે માર્ચ 2018ના અંત સુધી મૂલ્યના હિસાબે સર્ક્યુલેશનમાં 37.7 ટકા નોટ વધીને 18.03 લાખ કરોડ રુપિયા થઈ ગયા છે. સંખ્યા પ્રમાણે સર્ક્યુલેશનમાં વધારો નોટની ટકાવારી 2.1 રહી. તેનાથી ખ્યાલ આવે છે કે નોટબંધી પાછળ ડિજિટલાઈઝેશન અને ઓછા ચલણવાળી અર્થવ્યવસ્થા (લેસ કેશ ઈકોનોમી) પર જોર આપ્યું છે કે, સરકારે ઉદ્દેશ્ય પૂર્ણ નથી થયો.

5. આરબીઆઈ ડેટા મુજબ, 2017-18 દરમિયાન બેંકિંગ સિસ્ટમમાં 5 લાખ 22 હજાર 783 નકલી નોટોની માહિતી મળી. એટલે કે કુલ નોટોમાં પકડાયેલી નકલી નોટોનું પ્રમાણ 36.1 રહ્યું છે જે 2016-17માં માત્ર 4.3 ટકા હતું.

6. નોટબંધી બાદ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ ઝડપથી વધ્યું. સપ્ટેમ્બર 2018 સુધી BHIM એપનું એન્ડ્રોઈડ વર્ઝન 3 કરોડ 55 લાખ જ્યારે આઈઓએસ વર્ઝન 17 લાખ ડાઉનલોડ થઈ ગયું હતું. આંકડા દર્શાવે છે કે 18 ઓક્ટોબર 2018 સુધી ભીમ એપથી 8,206.37 કરોડ રુપિયાની રકમના કુલ 18 લાખ 27 હજાર ટ્રાન્ઝેક્શન થયું.

7. નાણા વર્ષ 2017-18માં આવક વિભાગના રિટર્ન કરવાની અંતિમ તિથિ 31 ઓગસ્ટની સમાપ્તિ પર પ્રાપ્ત કુલ રિટર્નની સંખ્યા 71% વધીને 5.42 કરોડ રહી. ઓગસ્ટ 2018 સુધી દાખલ થયેલા રિટર્નની સંખ્યા 5.42 કરોડ રહી જે ઓગસ્ટ 2017માં 3.17 કરોડ હતી. આ દાખલ રિટર્નની સંખ્યામાં 70.86% વૃદ્ધિ દર્શાવે છે.

(3:42 pm IST)