Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

૮ નવે.૨૦૧૮: નોટબંધીના ર વર્ષ પૂર્ણઃ મોદી સરકારની દ્રષ્ટિએ કાળુ નાણું બહાર લાવવા માટેની સિદ્ધીઃ વિરોધપક્ષોની દ્રષ્ટિએ ''કાલા દિન''

મુંબઇ : આજ ૮ નવે. ૨૦૧૮ના રોજ નોટબંધીના ર વર્ષ પૂર્ણ થયા છે. જે મુજબ ૨૦૧૬ની સાલમાં ૮ નવે.ના રોજ મોદી સરકારે એક હજાર તથા પાંચસો રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરી આ નોટો બેંકમાંથી બદલવાનો આદેશ કર્યો હતો.

આ ઘટનાને NDA સરકાર કાળુ નાણું બહાર લાવવા માટેની ઐતિહાસિક ઘટના ગણાવે છે.

પરંતુ વિપક્ષો આ મામલે સરકારને માફી માંગવા જણાવે છે. જેમાં કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, સહિતના વિરોધપક્ષો આ દિવસને કાળા દિવસ તરીકે ગણાવી લોકોની હાલાકીમાં વધારો કરનારી તથા રોજગારીમાં ઘટાડો કરનારી ગણાવે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.(૧.૪)

(12:42 pm IST)