Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

કોંગ્રેસમાં વિરોધનો સૂર, સંજય શુકલા-કમલેશ ખંડેલવાલે લગાવ્યા ગંભીર આરોપ

કમલેશના સમર્થકોએ બાવરિયા પર પૈસા લઇને ટિકીટ આપ્વાનો આરોપ લગાવ્યો

મધ્યપ્રદેશની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા ચોથી યાદી જાહેર થયા બાદ પાર્ટીમાં ઉમેદવારોનો અસંતોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને ઇન્દોરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રિતી ગોલૂ અગ્નિહોત્રીને ઇન્દોરની એક નંબર વિધાનસભા બેઠક પરથી ટીકિટ આપવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો.

પક્ષ તરફથી ટિકીટ મળવાની આશા સાથે રાહ જોઇ રહેલા કમલેશ ખંડેલવાલાએ કોંગ્રેસ મહાસચિવ અને પ્રદેશ પ્રભારી દિપક બાવરિયાના પૂતળાનું દહન કર્યું. કમલેશના સમર્થકોએ બાવરિયા પર ગંભીર આરોપ લગાવ્યો. સમર્થકોએ બાવરિયા પર પૈસા લઇને ટિકિટ આપવાનો આરોપ લગાવ્યો.

જ્યારે બીજી તરફ કમલેશ ખંડેલવાલે અપક્ષ લડવાની જાહેરાત કરી દીધી છે. જ્યારે કમલેશ ખંડેલવાલે એમ પણ જણાવ્યું કે તેને ચૂંટણી ન લડવા માટે 10 કરોડની ઓફર પણ કરવામાં આવી હતી.

તેની સિવાય કોંગ્રેસના ઉમેદવાર સંજય શુકલાએ કોંગ્રેસના મહાસચિવ દીપક બાવરિયા પર ટિકિટ વેહેંચી દેવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશમાં ભાજપમાં પણ ટીકીટ વિતરણ બાદ નારાજગી જોવા મળી રહી છે.

(10:33 am IST)