Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ઉર્જિત પટેલ રાજીનામું આપી દેશે તો પણ આરબીઆઇ પર 3.6 લાખ કરોડ માટે કેન્દ્ર દબાણ બનાવતું રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી માગવામાં આવેલ 3.6 લાખ કરોડ રૂપિયાને લઈને ટકરાવને પગલે જો આરબીઆઈના ગવર્નર રાજીનામું આપી દે તો પણ કેન્દ્ર પૈસા માગવા ચાલુ રાખશે. સકારના નજીકના સૂત્રો મુજબ સરકાર તરફથી પૈસા આપવાની બાબતને લઈને રિઝર્વ બેંક પર પ્રેશર બનાવવું યથાવર રહેશે, પછી ઉર્જિત પટેલ ભલેને રાજીનામું જ કેમ ન આપી દે. કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે પડેલ રિઝર્વ મૂદ્રાનો એક તૃતિયાંશ ભાગ લેવા માગે છે. સરકારની માગણી છે કે આરબીઆઈ તેમને 3.6 લાખ કરોડ રૂપિયા આપે. જ્યારે આરબીઆઈએ આમ કરવાથી ઈનકાર કરી દીધો છે. જે બાદ કેન્દ્ર અે આરબીઆઈ વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે.

આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે આને પગલે ખેંચતાણ જારી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર 19 નવેમ્બરે મળનાર આરબીઆઈ બોર્ડ બેઠકમાં પોતાનો મહત્વનો એજન્ડા સામે ાખતાં બોર્ડમાં રિઝર્વ બેંક ગવર્નરની ભૂમિકાને ઘટાડવાનું કામ કરી શકે છે, જ્યારે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાંનો કયાસ પણ લગાવવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે પડેલ આ રિઝર્વ મુદ્રા 9.59 લાખ કરોડમાંથી 3.6 લાખ કરોડ રૂપિયા લેવા માગે છે. કેન્દ્ર સરકારનો રૂખ છે કે આટલી મોટી માત્રામાં રિઝર્વ મુદ્રા રાખવી રિઝર્વ બેંકની સંકુચિત ધારણા છે અને તેને બદલવાની જરૂરત છે. સરકાર આ મુદ્રાનો સંચાર કરજ અને અન્ય વિકાસ કાર્યો પર ખર્ચ કરીને અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા માગે છે. નાણામંત્રાલય તરફથી આપવામાં આવેલ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ રકમની દેખરેખ કેન્દ્ર સરકાર અને રિઝ્વ બેંક મળીને કરી શકે છે. જ્યારે કેન્દ્ર સકારની માગણી પર રિઝર્વ બેંક પોતાના રિઝર્વ ખજાનામાંથી પૈસા આપવાનો વિરોધ કરી રહી છે. એમનું માનવું છે કે આનાથી દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચી શકે છે.

ઉર્જિત પટેલ રાજીનામું આપે તો પણ કેન્દ્ર 3.5 લાખ કરોડ માગશે
આરબીઆઈ અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણ

ઉર્જિત પટેલ રાજીનામું આપે તો પણ કેન્દ્ર 3.5 લાખ કરોડ માગશે
કેન્દ્રએ દબાણ બનાવ્યું

કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે પડેલ આ રિઝર્વ મુદ્રા 9.59 લાખ કરોડમાંથી 3.6 લાખ કરોડ રૂપિયા લેવા માગે છે. કેન્દ્ર સરકારનો રૂખ છે કે આટલી મોટી માત્રામાં રિઝર્વ મુદ્રા રાખવી રિઝર્વ બેંકની સંકુચિત ધારણા છે અને તેને બદલવાની જરૂરત છે. સરકાર આ મુદ્રાનો સંચાર કરજ અને અન્ય વિકાસ કાર્યો પર ખર્ચ કરીને અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા માગે છે.

 

(10:32 am IST)