Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

પંજાબ સરકાર દ્વારા દિવાળી બંપર-૨૦૧૮ લોટરીઃ પ્રથમ ઇનામ ૩ કરોડઃ બીજુ ઇનામ ૧૦ લાખ રૂપિયા

આ વર્ષે બની શકે છે કે તમે પણ કરોડપતિ બની જાવ. માત્ર રુ.200માં કરોડપતિ બનવાનો સારો અવસર ફરી એકવાર આવ્યો છે. જો તમારા ભાગ્યએ તમારો સાથ આપ્યો તો તમે કરોડપતિ બની શકો છો. આ વાત બીજી કોઈ નહીં પણ પંજાબ સરકારની બંપર દિવાળી લોટરીની અંગેની છે. આ લોટરી ટિકિટ માત્ર 200 રુપિયામાં ઓનલાઇન વેચાઈ રહી છે. જેમાં પહેલા બે વિજેતાને 1.5 કરોડ રૂપિયાનું બંપર ઇનામ મળશે.

આ પહેલા, પંજાબ સરકારે રક્ષાબંધન પર બંપર લોટરી જાહેર કરી હતી. જેમા પંજાબના સંગરૂર જિલ્લાના રહેવાસી મનોજ કુમાર પંજાબ સરકારના લોટરીથી કરોડપતિ બની ગયો. તેને પંજાબ રાજ્ય રક્ષાબંધન બંપર 2018ના એક કોમ્પિટિશનમાં ભાગ લીધો અને લોટરીની ટિકિટ ખરીદી હતી. આ લોટરી તેને 200 રૂપિયામાં ખરીદી હતી અને આ માટે રૂપિયા પણ કોઇની પાસેથી ઉધાર લીધા હતી.આ કોમ્પિટિશન 29 ઓગસ્ટે થયું હતું. મનોજ કુમારની સાથે એક અન્ય યુવક પણ ડોઢ કરોડ રૂપિયાની લોટરી જીત્યો હતો.

પંજાબ સ્ટેટ દિવાળી બંપર 2018 લોટરીમાં જો તમે પણ પોતાનું ભાગ્ય અજમાવવા માંગો છો તો તેના માટે તમારે વેબસાઇટ punjablottery.in પર જઇ ટિકિટ ખરીદવી પડશે. આમા 200 રૂપિયા સિવાય 60 રૂપિયા પોસ્ટલ ચાર્જ અને 30 રૂપિયા ઇન્ટરનેટ ચાર્જ જોડીને 90 રૂપિયાનો વધારે ખર્ચ કરવો પડશે.

 પંજાબ સ્ટેટ દિવાળી બંપર 2018 લોટરીનો ડ્રો 14 નવેમ્બર 2018ને ખુલશે. આ હેઠળ પહેલું ઇનામ બે વ્યક્તિઓને આપવામાં આવશે. એટલે પહેલું ઇનામ 3 કરોડ રૂપિયાનું રહેશે. જ્યારે બીજું ઇનામ જીતનાર વિજેતાને 10 લાખ રૂપિયા મળશે. આમા 5 વિજેતા હશે એટલે કુલ 50 લાખ રૂપિયાના ઇનામ આપવામાં આવશે. ત્રીજુ ઇનામ 2.50 લાખ રૂપિયાનું રહેશે અને આ 20 લોકોને મળશે, જે કુલ મળીને 50 લાખ રૂપિયાનું રહેશે.

(12:00 am IST)