Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પટનામાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ફેકાયું ચપ્પલ : યુવકની ધરપકડ

યુવક ચંદન તિવારી ઓરંગાબાદનો રહેવાસી :અનામતના વિરોધમાં ચપ્પલ ફેકાયું હોવાની ચર્ચા

પટના : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ચપ્પલ પટનામાં ચપ્પલ ફેકાયું હતું ઘટના યુવા જનતા દળ (યૂ)ના કાર્યક્રમમાં થઇ હતી મુખ્યમંત્રી પર એક વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું હતુંજો કે ચપ્પલ મુખ્યમંત્રીના ડાયસ સુધી પહોંચી શક્યું નહોતું

  પટના પોલીસે મુદ્દે ચંદન નામનાં એક યુવકની ધરપકડ કરી છે. હરકતથી કાર્યક્રમમાં થોડા સમય માટે અફડાતફડી મચી ગઇ હતી. જો કે પોલીસે આરોપી યુવકની અટક કરી હતી અને તેને કાર્યક્રમ સ્થળથી દુર ખસેડી લીધો હતો. જો કે ઘટના બાદ મુખ્યમંત્રીએ અંગે કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી નહોતી

   મળતી માહિતી અનુસાર ઘટના બાપૂ સભાગૃહ કાર્યક્રમ દરમિયાન થઇ હતી. ધરપકડ કરાયેલા યુવક ચંદન તિવારી ઓરંગાબાદનો રહેવાસી છે. મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવાની ઘટના અનામતના વિરોધમાં થઇ છે. ચપ્પલ ફેંકનારો વ્યક્તિ સવર્ણ સેનાનો કાર્યકર્તા છે

(1:07 am IST)