Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પતંજલિ પ્રોડકટસની આયાત માટે કતારમાં પ્રતિબંધ મુકાયાના સમાચારો ગેરમાર્ગે દોરનારઃ સોશીઅલ મિડીયામાં વહેતા થયેલા મેસેજનું ખંડન કરતા પતંજલિ પ્રવકતા એસ.કે.તિજાવવાલાઃ કતાર હેલ્‍થ મિનીસ્‍ટ્રીએ માંગેલ હલાલ સર્ટિફિકેટ રજુ કરી દેવાતા મળેલું NOC ૧૫ નવેં.૨૦૧૮ સુધી અમલમાં

ન્‍યુ દિલ્‍હીઃ વિશ્વ પ્રસિધ્‍ધ પતંજલિ પ્રોડકટસ ઉપર કતારમાં પ્રતિબંધ મુકાયો હોવાના સોશીઅલ મિડીયામાં ફરી રહેલા મેસેજનું પતંજલિના પ્રવકતા એસ.કે.તિજાવવાલાએ ટિવટર દ્વારા ખંડન કર્યુ છે.

તેમણે જણાવ્‍યું હતું કે આ સમાચાર ગેરમાર્ગે દોરનારા છે પતંજલિ પ્રોડકટસને હાનિ પહોંચાડવાનું ષડયંત્ર છે. જેના આધારરૂપે તેમણે કતાર સરકારનું એન.ઓ.સી.સર્ટિફિકેટ મૂળ ભાષામાં તથા અનુવાદિત અંગ્રેજી ભાષામાં રજુ કર્યુ હતું.

તેમણે ઉમેર્યુ હતું કે કતાર સરકાર દ્વારા હલાલ સર્ટિફિકેટ માંગવામાં આવ્‍યું હતું. જે રજુ કરી દેવાતા ૧૫ નવેં.૨૦૧૮ સુધી પતંજલિ પ્રોડકટસની આયાત માન્‍ય છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ટિવટર ઉપર ફેલાયેલ મેસેજમાં દર્શાવ્‍યા મુજબ બાબા રામદેવ સ્‍થાપિત પતંજલિ પ્રોડકટસમાં કેમિકલ્‍સનું પ્રમાણ વધુ હોવાથી કતાર હેલ્‍થ ડીપાર્ટમેન્‍ટએ તેના ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. પરંતુ ભારતનું મિડીયા આ બાબતને કવરેજ નથી આપતું કારણકે તેને પતંજલિ પ્રોડકટસની જંગી રકમોની જાહેરાતો મળે છે.

આ બાબતનું ખંડન કરતા પતંજલિ પ્રવકતાએ જણાવ્‍યું છે કે તેઓની પાસે ૧૬ નવેં.૨૦૧૭ની સાલનું હલાલ સર્ટિફિકેટ છે.જે હજુ ૧૫ નવેં.૨૦૧૮ સુધી ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે હલાલ સર્ટિફિકેટ માટે પ્રોડકટને લગતી તમામ વિગતો આપવાની હોય છે.જે કતાર હેલ્‍થ ડીપાર્ટમેન્‍ટના ધારાધોરણ મુજબ છે કે કેમ તે ચકાસ્‍યા પછી સર્ટિફિકેટ આપવામાં આવે છે.

જો કે કતાર મિનીસ્‍ટ્રી ઓફ હેલ્‍થની વેબસાઇટ ઉપર દર્શાવાયા મુજબ હલાલ સર્ટિફિકેટના ધારાધોરણોના અમલના અભાવે ૩૦ મે ૨૦૧૮ના રોજ પતંજલિ પ્રોડકટસની આયાત ઉપર પ્રતિબંધ મુકાયો હતો. જે પતંજલિના પ્રવકતાના જણાવ્‍યા મુજબ તથા તેમણે રજુ કરેલ ફબ્‍ઘ્‍ મુજબ તેઓએ હલાલ સર્ટિફિકેટ માટેના તમામ નિયમોનું પાલન કર્યાના આધારો રજુ કરી દેતા ફબ્‍ઘ્‍ અપાયુ છે. જે ૧૫ નવેં.૨૦૧૮ સુધી અમલ છે. તેવું કિવન્‍ટ દ્વારા જાણવા મળે છે.

(8:25 pm IST)