Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મધ્યપ્રદેશમાં બુરાડી જેવો કાંડ સર્જાયો : કુવામાં પાંચ ભાઈ-બહેનની લાશ મળી

-પિતા ભરતસિંહ અને તેની બે પત્નીઓ ગાયબ

 ભોપાલ ;મધ્યપ્રદેશના બડવાનીમાં ગામ ચીખલીમાં એક કુવામાં 5 ભાઈ-બહેનોની સંદિગ્ધ અવસ્થામાં લાશ મળી આવવાથી સનસની ફેલાઈ ગઈ છે. આ 5 ભાઈ-બહેનો સગા ભાઈ-બહેનો હતા, જેમના પિતાનું નામ ભરત સિંહ છે. ભરત સિંહને બે પત્નીઓ છે અને આ પાંચે ભાઈઓ તેમના જ સંતાન છે. આ ઘટના સામે આવ્યા પછી ભરત સિંહ અને તેમની બંને પત્નીઓ ગાયબ છે. પોલીસ તેમની શોધ કરી રહી છે.

 

 

(5:15 pm IST)