Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ટુવ્હીલર-ચાર પૈડાના વાહનનો વિમો હવે થયો મોંઘોદાટ

વાહન ખરીદનારે હવે અગાઉ કરતા વિમા માટે વધુ પૈસા ખર્ચવા પડશેઃ ટુવ્હીલર ખરીદનારે હવે વાહનની કુલ કિંમતના ૧૦ ટકા વાહન વિમા સ્વરૂપમાં અગાઉથી આપવા પડશે : કારની બાબતમાં થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમ ૩ વર્ષનું ભરવુ પડશેઃ ૧૦૦૦ સીસીની કાર હોય તો હવે ૧૦,૦૦૦ રૂ.ના બદલે વિમા પ્રિમીયમ ૨૦,૦૦૦ રૂ. ભરવુ પડશે

મુંબઈ, તા. ૧૧ :. ટુવ્હીલર ખરીદનારાઓ હવે વાહનની કુલ કિંમતના ૧૦ ટકા વાહન વિમાના સ્વરૂપમાં અગ્રીમ સ્વરૂપે આપવા પડશે. આનાથી વાહનોના ઈન્સ્યોરન્સ કવરની રકમમાં બમણો વધારો થઈ જશે. આ બાબતને લઈને કોર્ટના બે ફેંસલાનો હવાલો આપવામાં આવ્યો છે. કોર્ટના એક આદેશમાં વાહન માલિકને લાંબા સમયનો થર્ડ પાર્ટી વિમો લેવાનું અનિવાર્ય બનાવાયુ છે. જ્યારે બીજામાં વાહન માલિકને ૧૫ લાખનો વ્યકિતગત દુર્ઘટના વિમો લેવા જણાવાયુ છે. કોર્ટના આ બે ચુકાદાને લઈને વિમા પ્રિમીયમમાં સૂચક વધારો થયો છે.

કોર્ટે કહ્યુ છે કે, જે કોઈ પણ વાહન ખરીદતા હોય તેમણે ૫ લાખનો થર્ડ પાર્ટી વિમા કવર અને વાર્ષિક વ્યકિતગત દુર્ઘટના વિમો જરૂરથી ખરીદવાનો રહેશે. આનાથી ૧૫૫ સીસીની બાઈક જેની કિંમત ૭૫૦૦૦ થાય છે તેની પ્રિમીયમ ૭૬૦૦ રૂ. થશે. જ્યારે કારની બાબતમાં થર્ડ પાર્ટી પ્રિમીયમ ૩ વર્ષનું ભરવાનુ રહેશે. ૧૦૦૦ સીસીની કાર હોય તો આ પ્રિમીયમ ૨૦,૦૦૦ રૂ. થશે. જે પહેલા કરતા બમણુ હશે. ગયા સપ્તાહે ઈરડાએ કહ્યુ હતુ કે વ્યકિતગત દુર્ઘટના વિમો હપ્તામાં ભરી શકાય છે.

વિમા ઉદ્યોગે દરો ઉંચા જવા પર ચિંતા વ્યકત કરી છે. વડાપ્રધાન સુરક્ષા યોજના હેઠળ અનેક વિમા કંપનીઓએ ૧૨ રૂ.માં બે લાખનો દુર્ઘટના વિમો આપ્યો છે. આનાથી વિપરીત આ યોજનામાં ૧૫ લાખ રૂ.ના વિમાનો દર ૭૫૦ રૂ. છે. આ બારામાં પૂર્વ જનરલ મેનેજર સંપતકુમારનું કહેવુ છે કે, વિમાની શરતોમાં ફેરફારની જરૂર છે.

પોલીસીમાં એક પેચ એ છે કે, વળતર ત્યારે જ મળશે કે જ્યારે દુર્ઘટનામાં વ્યકિત ગંભીર રીતે ઘાયલ થયો હોય અથવા તો તેનુ મોત થયુ હોય અને દુર્ઘટનાગ્રસ્ત વિમા માટેનું વાહન મૃતક કે ઘાયલ સાથે સીધો સંબંધ હોય તેવુ હોવુ જોઈએ. આમા જો કે વાહન માલિકની પરિભાષા સ્પષ્ટ કરવામાં આવી નથી.(૨-૧૯)

(3:47 pm IST)